દોસ્તો આજના સમયમાં નિયમિત ભોજન અને ખરાબ ખાવા પીવાની ટેવને કારણે ઘણા લોકો વજન વધારવા નો શિકાર બની ગયા છે. આ એક એવી સમસ્યા છે કે જેનાથી છુટકારો મેળવવો ખૂબ જરૂરી છે પરંતુ ઘણી વખત આ સમસ્યાથી પીડાઇ રહેલા લોકોને વિવિધ ઉપાયો કરવા છતાં ઈચ્છિત સફળતા મળતી નથી.
જેના પછી તેઓ ડોક્ટરી દવાઓનો આશરો લે છે, જેનાથી વજન તો ઓછું થઈ જાય છે પરંતુ પાછળ જતાં તે ઘણી ગંભીર બીમારીઓનું કારણ બને છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક આયુર્વેદિક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારું વજન આસાનીથી ઓછું થઈ જશે અને તમે વજન વધારાની સમસ્યાથી છુટકારો મેળવી શકશો. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો તમારે ભોજનમાં લસણની કળીઓને સામેલ કરવી જોઈએ. હકીકતમાં તેમાં એન્ટી ગુણ મળી આવે છે. જેનાથી વજન તો ઓછું થાય જ છે સાથે-સાથે પેટમાં જામી ગયેલી ચરબી પણ બહાર નીકળી જાય છે. આ સાથે તે ખરાબ કોલેસ્ટ્રોલને પણ શરીરની બહાર કાઢે છે, જેનાથી તમને હૃદય રોગનો સામનો કરવો પડતો નથી.
જો તમે દરરોજ સવારે ઊઠીને એકાદ ગ્લાસ નવશેકું પાણી પીવાની આદત બનાવો છો તો તમારું વજન ચપટી વગાડતા ઓછું થઈ જાય છે. જોકે યાદ રાખો કે તમારે ગરમ પાણીનું સેવન સવારે ભૂખ્યા પેટે કરવું પડશે. જેનાથી પેટમાં રહેલી અશુદ્ધિઓ બહાર નીકળી જાય છે અને પેટની ચરબી પણ ઘટવા લાગે છે.
ગ્રીન ટી પણ વજન ઓછું કરવા માટે રામબાણ સાબિત થઇ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે જે લોકો ભોજનમાં ગ્રીન ટી સામેલ કરે છે, તેઓને વજન ઓછું કરવું આસાન બની જાય છે. હકીકતમાં ગ્રીનટીમાં મળી આવતાં પોષકતત્ત્વો ચરબીને ઓછી કરવા માટે પ્રેરણા આપે છે. જેનાથી વજન ઓછું કરી શકાય છે.
જો તમે ત્રણ ચમચી લીંબુના રસમાં એક ચમચી મધ ઉમેરીને પાણીમાં મિક્સ કરી લો છો અને તેનું સેવન કરો છો તો તમારું વજન ઓછું થઈ શકે છે. તમારે આ ડ્રીંકનું સેવન ભોજન કર્યાના એક કલાક પહેલાં કરવું પડશે… તો જ તમને ફરક દેખાવા મળશે.
તમે આજ પહેલા આદુનો ઉપયોગ ચા બનાવવા માટે કર્યો હશે પરંતુ તમને જણાવી દઈએ કે આદુ ચાનો સ્વાદ વધારવાની સાથે સાથે દવા તરીકે પણ કામ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે આદુને ગ્રાઈન્ડ કરીને તેનો રસ કાઢી લેવો જોઈએ..
હવે તેમાં એક ચમચી મધ ઉમેરીને દરરોજ સવારે અને રાતે સુતા પહેલા તેનું સેવન કરવું જોઈએ. જેનાથી તમારી પાચન શક્તિમાં વધારો થાય છે અને ભૂખ પણ ઓછી લાગે છે. તેનાથી તમે ભોજન ખાવા પર સંયમ રાખી શકો છો.
તમે વજન ઓછું કરવા માટે ઇલાયચી નો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ભોજન કરી લીધા પછી એક ઈલાયચી ચાવીને ખાઈ લેવી જોઈએ. જેનાથી પાચનશક્તિમાં વધારો થાય છે અને ચરબી આસાનીથી ઓછી કરી શકાય છે. જો તમને મોઢામાં દુર્ગંધ આવવાની સમસ્યા રહેતી હોય તો પણ ઈલાયચી રામબાણ સાબિત થઈ શકે છે.
જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.