દોસ્તો માનવ શરીરને યોગ્ય રીતે ચલાવવા માટે કેલ્શિયમ ની કેટલીક આવશ્યકતા હોય છે, તેના વિશે કોઈને કહેવાની જરૂર નથી. કારણ કે શરીરના મોટાભાગના અંગોને કાર્યરત રહેવા માટે કેલ્શિયમ હોવું ખૂબ જ જરૂરી છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેલ્શિયમની ઉણપ દૂર કરવાના પાંચથી છ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી કેલ્શિયમની ઉણપ કાયમ માટે દૂર થઈ જશે.
ચણા એક એવી વસ્તુ છે, જેનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં શાકભાજી બનાવવા માટે વાપરવામાં આવે છે. આ સાથે તમને જણાવી દઈએ કે ચણા કેલ્શિયમથી સમૃદ્ધ માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે રાતે સૂતા પહેલા ચણાને પાણીમાં પલાળી દેવા જોઈએ અને સવારે ઊઠીને તેનું સેવન કરવું જોઈએ. જેનાથી તમારા શરીરમાં કેલ્શિયમની ઊણપ રહેશે નહીં.
અડદની દાળ પણ પોષક તત્વોથી સમૃદ્ધ માનવામાં આવે છે. તેનો ઉપયોગ દાળ બનાવવા માટે કરવામાં આવે છે. જો તમે અડદની દાળ બાફીને ખાવ છો તો તમારા શરીરમાં કેલ્શિયમની સાથે સાથે પ્રોટીનની ઊણપ દૂર કરી શકાય છે.
સામાન્ય રીતે દહીંનો ઉપયોગ ભોજનમાં અનેક વાનગીઓ બનાવવા માટે કરવામાં આવતો હોય છે. જો તમે ઘરે બનાવેલ દહીંનો ઉપયોગ ભોજનમાં કરો છો તો તેનાથી શરીરમાં કેલ્શિયમ જળવાઈ રહે છે અને તમે તેનો ઉપયોગ ભોજન સાથે કરી શકો છો.
મોટાભાગના બધા જ ડ્રાયફ્રુટનો ઉપયોગ ઔષધીય ગુણોથી સમૃદ્ધ હોય છે અને આવો જ એક ડ્રાય ફ્રુટ બદામ છે. જે કિંમતમાં થોડીક મોઘી હોય શકે છે પંરતુ તમારા માટે કોઈ દવા કરતા ઓછી નથી. જો તમે તેનો ઉપયોગ દરરોજ કરો છો તો શરીરમાં કેલ્શિયમની ઊણપ થતી નથી.
દોસ્તો તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકો દૂધ પીવાથી અંતર બનાવી રાખે છે. જોકે તમને જણાવી દઈએ કે દૂધમાં એવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે તમે બીજે ક્યાંય બહારથી મેળવી શકતા નથી. આજ કારણ છે કે ડોક્ટરો પણ દૂધ પીવાની ભલામણ કરતા હોય છે.
જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.