દોસ્તો આપણી આજુબાજુ એવી ઘણી ઔષધીઓ છે, જેને આપણે રોજબરોજ જોતા હોઈએ છીએ પરંતુ તેનાથી થતા ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો માહિતગાર છે. આવી જ એક ઔષધિ વિશે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ, હકીકતમાં અમે જે ઔષધિ વિશે વાત કરી રહ્યા છીએ તે પથ્થરચટ્ટા છે.
જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પથ્થરચટ્ટા હેલ્થ ઇન્શોરન્સ સાબિત થઇ શકે છે. જેના સેવનથી ઘણી બિમારીઓ પર થતાં ખર્ચથી રાહત મેળવી શકાય છે.
આયુર્વેદમાં પથ્થરચટ્ટા નો પ્રયોગ વિવિધ પ્રકારની ઔષધિઓ બનાવવા માટે કરવામાં આવે છે, તો ચાલો આપણે જાણીએ કે પથ્થર ચટ્ટા કઈ કઈ બિમારીઓથી રાહત આપવા માટે કામ કરે છે.
મૂત્ર વિકારોથી બચવા માટે આર્યુવેદમાં વર્ષોથી પથ્થરચટ્ટા નો ઉપયોગ કરવામાં આવે છે, તમે તેનો ઉકાળો બનાવીને પી શકો છો. તેનાથી પેશાબ માં બળતરા અને પેશાબ ન આવવાની સમસ્યા વગેરેથી રાહત મળી શકે છે. આ સાથે પથ્થરચટ્ટા બવાસીર ની સમસ્યા પણ દૂર કરી શકે છે.
જો તમારી ત્વચા પર સોજો અથવા ખીલની સમસ્યા હોય તો પણ તમે પથ્થર ચટ્ટાનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે પથ્થરચટ્ટાના 4 થી 5 પત્તા લઈને તેનો લેપ બનાવી લેવો જોઈએ. હવે તેને સંક્રમિત વિસ્તાર પર લગાડવાથી સોજો, ખીલની સમસ્યાથી રાહત મળે છે. આ સાથે ત્વચા એકદમ મુલાયમ બની જાય છે.
પથ્થર ચટ્ટાનો ઉપયોગ એવા લોકો માટે પણ લાભકારી છે જેવો લોહીમાં અશુધ્ધિનો સામનો કરે છે, તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા પથ્થરચટ્ટા ના પાનનો રસ કાઢી લેવો જોઈએ. હવે તેમાં ચપટી જીરાનો પાઉડર અને અડધી ચમચી ઘી ઉમેરી લેવું જોઈએ.
હવે દિવસમાં એકથી બે વખત તેનું સેવન કરવાથી લોહીમાં જામી ગયેલી અશુદ્ધિ બહાર નીકળી જાય છે અને બ્લડપ્રેશર કાબૂમાં આવી જાય છે.
સામાન્ય રીતે મહિલાઓ તેમના પ્રાઇવેટ પાર્ટ પર ખંજવાળ અને બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરતી હોય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો પથ્થર ચટ્ટા તમારા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.
આ માટે તમારે પાણીમાં મિક્સ કરીને ઉતારી લેવા જોઈએ. હવે જ્યારે તે બરાબર ઉકળી જાય ત્યારે તેમાં મીઠું નાખીને તેનું સેવન કરવું જોઈએ.
જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.