રસોઈ ઘરમાં વપરાતા આ તેલનો યોગ્ય રીતે ઉપયોગ કરી લેશો તો જૂનામાં જૂની બીમારીઓ દૂર ભાગશે, આજ સુધી 90% લોકો છે અજાણ.
સામાન્ય રીતે ઘણા લોકો તેમના રસોઈ ઘરમાં ભોજન માટે સરસવ ના તેલનો ઉપયોગ કરતા હોય છે. સરસવ તેલનો સ્વાદ ભલે થોડોક કડવો હોય પંરતુ તેના ઔષધીય ગુણો કોઈ દવા કરતા ઓછાં નથી. જેના લીધે તેને આરોગ્યની દ્રષ્ટિએ ગુણકારી બતાવવામાં આવ્યું છે.
તમે સરસવ ના તેલનો યોગ્ય રીતે ઉપયોગ કરીને દાંતના દુખાવાથી લઈને પેટની બીમારીઓ અને ચહેરા પરના ખીલ, ડાઘ પણ દૂર કરી શકો છો. વળી તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવાથી તમને કોઈ આડઅસર પણ થઈ શકતી નથી.
જો તમારા હોઠ ફાટી ગયા છે અને મુલાયમ દેખાતા નથી તો તમારે નાભિમાં સરસવ તેલ લગાવવું જોઈએ. તમને આ સાંભળવામાં થોડુંક અજુગતું લાગી શકે છે પંરતુ આ હકીકત છે. હવે ચાલો આપણે એક પછી એક સરસવ તેલનો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ વિશે જાણીએ.
જો તમને શરીરમાં કોઈ જગ્યાએ બળતરા અથવા તો ખંજવાળ ની સમસ્યા થઇ રહી છે તો તમારે સરસવ તેલનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય જો તમને પગમાં દુઃખાવો થઈ રહ્યો હોય તો પણ તમે તેને ગરમ કરીને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવી શકો છો.
જો તમને કોઈ સાંધાના દુઃખાવો થઈ રહ્યો છે અને બહુ જલદી રાહત મળી રહી નથી તો તમારે સરસવ તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેનો ઉપયોગ કરવા માટે સરસવ તેલ માં લસણની કળીઓ ઉમેરીને શેકી લેવી જોઈએ. ત્યારબાદ આ તેલની મદદથી માલિશ કરવાથી રાહત થઈ શકે છે.
જો તમે ભોજનમાં સરસવ તેલનો ઉપયોગ કરો છો તો તેનાથી તમને શારીરિક રીતે મજબૂતાઇ મળે છે. હકીકતમાં તેના સેવનથી ભૂખમાં પણ વધારો થાય છે. જો તમારું વજન ઓછું થઈ ગયું છે તો પણ સરસવ તેલને ભોજનમાં શામેલ કરવું જોઈએ.
જો તમારા ચેહરા પર ખીલ, ડાઘ અથવા તો ત્વચા ફાટી જવાની સમસ્યા થઇ હોય તો પણ સરસવ તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેના સેવનથી શરીરમાં વિટામિન ઈની પૂરતી માટે કામ કરે છે. આજ કારણ છે કે તેનાથી ત્વચા સુરક્ષિત રહી શકે છે.
જો તમારા પગની એડીઓ ફાટી ગઇ છે તો પણ તમે સરસવ તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે અસરગ્રસ્ત વિસ્તારની સરસવ તેલથી માલિશ કરવી પડશે.
જો તમે નાભિ પર સરસવ તેલ લગાવો છો તો તેનાથી તમારી પાચન શક્તિમાં વધારો કરી શકાય છે. વળી તેનાથી તમને પેટના રોગો જેમ કે કબજીયાત, ગેસ, એસિડિટી થી રાહત મળી શકે છે.
જો મહિલાઓને પીરીયડ દરમિયાન દુખાવાનો સામનો કરવો પડે છે તો તમારે ભોજનમાં સરસવ તેલ શામેલ કરવું જોઈએ. તેનાથી દુખાવામાં ઘણા અંશ સુધી રાહત મળી શકે છે.