મસાની સમસ્યા રહેતી હોય તો જાણી લો તેના રામબાણ ઉપચાર વિશે, પુરુષોની સાથે સાથે સ્ત્રીઓને પણ મળશે આરામ.
દોસ્તો આજના આધુનિક સમયમાં લોકોના ખાનપાનમાં બદલાવ આવવાને લીધે પેટ સાથે જોડાયેલી અનેક બીમારીઓ થાય છે. જેમાં ગેસ, કબજીયાત, અપચો, એસિડિટી વગેરે જેવી સમસ્યાઓ શામેલ છે. આવી જ એક સમસ્યા હરસ-મસાની છે.
જ્યારે કોઈ વ્યક્તિ આ બીમારીથી પીડિત થાય છે ત્યારે તેને ભોજન કરવાની સાથે સાથે સવારે મળ ત્યાગ કરવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ઘણી વખત તો લોહી પણ નીકળી જાય છે. આ સાથે સખત દુખાવો તો થાય જ છે.
જો આપણે હરસ મસા થવા પાછળનાં કારણો વિશે વાત કરીએ તો તેની પાછળ બેઠાડું જીવન, વધારે પડતું તીખું ભોજન, મસાલાઓનો વધુ પડતો ઉપયોગ વગેરે જવાબદાર છે. આ સાથે જે લોકો કબજિયાતની સમસ્યાનો સામનો કરતા હોય છે તેમને હરસ મસા થવાની સમસ્યા વધારે રહે છે.
જ્યારે કોઈ વ્યક્તિ હરસ-મસાની સમસ્યા થી પિડીત થાય છે ત્યારે તેને શરૂઆતમાં કોઈ લક્ષણો દેખાતા નથી. જોકે બાદમાં એકાદ અઠવાડિયામાં મળ ત્યાગ કરવામાં મુશ્કેલી આવે છે અને લોહી આવવાની સમસ્યા થાય છે.
હવે જ્યારે આ સમસ્યા વધુ ગંભીર બને છે ત્યારે શરૂઆત ના દુખાવા કરતા દુખાવામાં વધારો થાય છે અને મળ ત્યાગ કરવામાં વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે,
ત્યારબાદ એક સમય એવો આવે છે જ્યારે મસા એનસની બહાર આવવા લાગે છે અને બહાર લટકી જાય છે. જે બહુ દુખાવો કરે છે અને તમે સરખી રીતે કોઈ જગ્યાએ બેસી પણ શકતા નથી.
તમને જણાવી દઈએ કે મસા ત્વચા પરના કોઈ પણ વિસ્તાર પર થાય છે પરંતુ મોટાભાગે તે ગુદાના છિદ્ર અથવા નળી માં થાય છે. મસાનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી અને તે એકદમ નાના તો ઘણી વખત મોટા પણ હોઈ શકે છે.
જો આપણે મસાથી રાહત મેળવવાના ઉપાય વિશે વાત કરીએ તો એલોવેરા જેલ મસાની સમસ્યામાં રાહત આપી શકે છે. આ માટે તમારે મસાના ભાગ પર એલોવેરા જેલ નો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ઇન્ફેક્શન પણ ઘટી જાય છે.
આ સાથે તમે મસાને કાબૂમાં રાખવા માટે ત્રિફળા ચૂર્ણને પણ પાણીમાં મિક્સ કરીને ખાઈ શકો છો. જેનાથી કબજિયાતની સમસ્યા પણ થતી નથી. આ સિવાય તમે નવશેકા પાણીમાં એક ચમચી હીંગ મિક્ષ કરીને સેવન કરી શકો છો, જેનાથી મસાની સમસ્યામાં રાહત મળે છે.
જો તમે મસા પર લીમડાનું તેલ લગાવીને માલિશ કરો છો તો પણ મસા મટી જાય છે. આ સાથે તમે લીમડાના નો રસ કાઢીને સેવન કરી લો છો તો પણ રાહત મળે છે. વરીયાળી ચાવીને ખાવાથી પણ હરસ-મસાની સમસ્યા દૂર થાય છે.
દાડમનો રસ પણ આ સમસ્યા માટે કારગર માનવામાં આવે છે. જો તમે કાળા તલ ચાવીને દહીં સાથે ખાઈ લો છો તો પણ હરસ મસા થી રાહત મળે છે.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.