વજન ઓછું કરવાથી લઈને ડાયાબિટીસ સુધીની ઘણી ગંભીર બિમારીઓથી દૂર રાખે છે આ કાળા બીજ, દૂધમાં મિક્સ કરીને પી લેશો થશે ગજબના ફાયદા.
ભારતીય મસાલા પોતાની સુગંધ અને સ્વાદ માટે ઓળખવામાં આવે છે, જે ભારતીય ભોજનમાં સ્વાદ તો વધારે જ છે સાથે સાથે આર્યુવેદમાં ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આપણા ઘરોમાં કલોંજી નો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે,
જે પોષક તત્વોથી ભરપુર હોય છે પરંતુ જો તમે તેને દૂધ સાથે મિક્સ કરીને પીવો છો તેનાથી થતા ફાયદા બમણા થઈ જાય છે.
કલોંજીને દૂધ સાથે મિક્સ કરીને સેવન કરવાથી માનસિક સ્વાસ્થ્ય અને મગજ માટે ફાયદાકારક છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો મળી આવે છે, જે મગજને યોગ્ય રીતે કામ કરવા માટે પ્રેરણા આપે છે. આ સાથે તેના સેવનથી સારી ઉંઘ આવે છે, જેનાથી તમે તાજગી અનુભવો છો.
કલોંજીને દૂધ સાથે મિક્સ કરીને પીવામાં આવે તો મેટાબોલિક રેટ વધે છે. જે તમારા વધતા વજનને રોકવા માટે કામ કરે છે. તમે દિવસ દરમ્યાન એક ગ્લાસ દૂધમાં 1 થી 3 ગ્રામ કલોંજી મિક્સ કરીને પી શકો છો. જેનાથી પાચન શક્તિમાં પણ વધારો થાય છે,
આ સાથે તમારા પેટમાં ચરબીના થર જામી ગયા હોય તો તેનાથી થર પીગળી જાય છે અને તમે સ્લિમ અને ફિટ દેખાઈ શકો છો. કલોંજીના બીજને દૂધમાં નાખીને પીવાથી શરીરમાં ગ્લુકોઝ લેવલ કાબૂમાં આવી જાય છે.
વિશેષજ્ઞોના અનુસાર દૂધમાં કલોંજી મિક્સ કરીને પીવાથી ઇન્સ્યુલીન લેવલ વધે છે અને લોહીમાં ગ્લુકોઝ લેવલ ઘટે છે, જે ડાયાબિટીસને રોકવા માટે કામ કરે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે કલોંજી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરીને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરવા માટે કામ કરે છે. જેનાથી તમને હાર્ટ સાથે સંબંધિત રોગોનો સામનો કરવો પડતો નથી. આ સાથે હાર્ટએટેક થવાનો ભય પણ ઓછો થઈ જાય છે. જો તમને શરીરમાં કોઈ જગ્યાએ સોજા આવ્યા હોય તો તેનાથી પણ છુટકારો મળી જાય છે.
જો તમને શરીરમાં કોઈ જગ્યાએ દુખાવો થતો હોય અને સાંધાના દુખાવાથી અસહ્ય પીડા થઈ રહી હોય તો તમારે કલોંજીને દૂધમાં મિક્સ કરીને સેવન કરી લેવું જોઈએ. તેમાં એવા ગુણ મળી આવે છે, જે શરીરનાં વિવિધ પ્રકારના દુખાવા ની દૂર રાખે છે. આ સાથે તમે સંધિવાની સમસ્યામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.
તમને જણાવી દઈએ કે કિડની આપણા શરીરમાં ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. જે એક ફિલ્ટર ની જેમ કાર્ય કરે છે. કિડની અશુદ્ધિઓને ફિલ્ટર કરીને શુદ્ધ લોહીને હૃદય સુધી પહોંચાડે છે. આવામાં તેની કાળજી લેવી ખૂબ જરૂરી છે.
વિશેષજ્ઞો પ્રમાણે કલોંજીને દૂધમાં મિક્સ કરીને પીવાથી કિડની યોગ્ય રીતે કાર્ય કરે છે અને તમને કિડની ફેલ ની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આવી રીતે કલોંજી ડ્રીંક બનાવવું જોઈએ :- આ ડ્રીંક બનાવવા માટે એક ગ્લાસ દૂધમાં એક ચમચી કલોંજી પાવડર ઉમેરી લો.
હવે તમે તેમાં સ્વાદ વધારવા માટે ચમચી મધ અને એક ચપટી જાયફળનો પાઉડર ઉમેરી શકો છો. જો તમને ડાયાબિટીસની બીમારી છે અથવા વજન ઓછું કરવા માંગો છો તો તમારે ખાંડ અથવા મધ નો ઉપયોગ કરવો જોઈએ નહીં.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.