દોસ્તો લગભગ દરેક ભારતીય ઘરમાં ફટકડી આસાનીથી મળી આવે છે, જેનો ઉપયોગ મોટેભાગે પાણીને સાફ કરવા માટે થતો હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે દેખાવમાં સફેદ પથ્થર જેવી દેખાતી ફટકડી તમારા માટે દવા સમાન છે, તેના ઉપયોગ કરવાથી તમે ચહેરા પર ખીલ ડાઘ ની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
આ સાથે તમે ફટકડીનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓથી પણ રાહત મેળવી શકો છો. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ફટકડીનો ઉપયોગ કરવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ.
જો તમારા ચહેરા પર કરચલીઓ પડી ગઈ છે તો તમે સમય પહેલા વૃદ્ધ દેખાવ છો પરંતુ જો તમે ફટકડીનો ઉપયોગ કરો છો તો તે એક બ્યૂટી ક્રીમની જેમ કાર્ય કરે છે અને તમારા ચહેરા પર રહેલી કરચલીઓને દૂર કરે છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે ફટકડી પાણીમાં પલાળીને તે પાણીથી ચહેરાની માલિશ કરવી જોઈએ. આ ઉપાય કરવાથી તમને ખીલની સમસ્યામાંથી પણ છુટકારો મળશે.
જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવી રહી છે તો મોટાભાગના લોકો તમારાથી દૂર ભાગે છે અથવા તમારી સાથે વાત કરવાનું પણ પસંદ કરતા નથી. જોકે ઘણા લોકોને બ્રશ કર્યા પછી પણ મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે. આવા લોકોએ ફટકડીને પાણીમાં પલાળી તેનાથી કોગળા કરવા જોઇએ, જેનાથી મોઢામાંથી દુર્ગંધ દૂર થઈ જાય છે અને ખરાબ બેક્ટેરિયાનો પણ નાશ થાય છે
જો તમારા શરીરમાં પરસેવાની દુર્ગંધ આવી રહી છે તો તમારે ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ. હકીકત ફટકડી માં એન્ટી તો મળી આવે છે જે શરીર પર રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે. તમારે તેનો ઉપયોગ કરવા માટે તેનો એક ટુકડો લઈને પાણીમાં ઉમેરી દેવો જોઈએ અને તે પાણીથી સ્નાન કરવું જોઈએ.
જો તમારા માથામાં જુઓ પડી ગઈ છે અને વારંવાર માથામાં ખંજવાળ આવે છે તો તમારે ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે તમારે ફટકડી પાણીમાં ભેળવીને પેસ્ટ બનાવી લેવી જોઇએ અને તેને વાળ પર લગાવવી જોઇએ. જેનાથી માથામાં રહેલી જુ દૂર થઈ જાય છે અને વાળ ખરવાની સમસ્યાથી પણ રાહત મળે છે.
જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.