આયુર્વેદ ઘરેલું ઉપચાર

ફક્ત પાંચ જ મિનિટમાં શરીરના દુખાવા, પેટના રોગો, હૃદયરોગ વગેરે થી મળી જશે રાહત, મોંઘી મોંઘી દવાઓ પાછળ નહીં કરવો પડે ખર્ચ.

ફક્ત પાંચ જ મિનિટમાં શરીરના દુખાવા, પેટના રોગો, હૃદયરોગ વગેરે થી મળી જશે રાહત, મોંઘી મોંઘી દવાઓ પાછળ નહીં કરવો પડે ખર્ચ.

દોસ્તો આજની ભાગદોડ ભરી જીંદગીમાં લોકો પોતાના સ્વાસ્થ્યની કાળજી લઈ શકતા નથી. હકીકતમાં આખો દિવસ ઓફિસમાં બેઠાડું જીવન જીવવાને લીધે તેઓ સારી રીતે કાર્ય કરવા માટે પણ સક્ષમ બનતા નથી. જેનાથી તેઓ વિવિધ પ્રકારની બીમારીનો શિકાર બની જાય છે.

જેના લીધે તેઓ ડોકટર પાસે જવાનું પસંદ કરે છે પંરતુ તમારે જાણવું જોઈએ કે ડોક્ટરની દવાનો વધુ પડતો ઉપયોગ કરવાથી પાછળ જતા નુકશાનનો સામનો કરવો પડે છે. આવામાં તમારે શક્ય હોય ત્યાં સુધી ઘરેલુ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.

કારણ કે તેનાથી તમે ઘરબેઠા આસાનીથી રોગોથી છુટકારો મેળવી શકો છો અને તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. આવી જ ઘરેલુ વસ્તુઓ ગોળ અને જીરું છે. જે ભોજનનો સ્વાદ તો વધારે જ છે સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ લાભકારી માનવામાં આવે છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ગોળ અને જીરુંનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે વાકેફ કરાવવા જઈ રહ્યા છીએ. જો તમે ગોળ અને જીરું નું પાણી બનાવવા માંગો છો તો તેના માટે એક કડાઈમાં એક ગ્લાસ પાણી નાખીને તેને ગરમ કરવા મૂકી દો.

હવે જ્યારે પાણી ગરમ થઈ જાય ત્યારે તેમાં ચપટી જીરું અને સરખા પ્રમાણમાં ખાંડ ઉમેરી લો. ત્યારબાદ ફરીથી પાણી ઉકળવા લાગે ત્યારે ગેસ બંધ કરીને ફિલ્ટર કરી લો. હવે આ પાણીને અલગ કાઢો હવે અને જ્યારે તે નવશેકું બને ત્યારે તેનું સેવન કરો.

જો તમે પેટના રોગો જેમ કે ગેસ, કબજિયાત, અપચો વગેરેનો સામનો કરવો પડતો હોય તો તમારે આ ડ્રીંકનું સેવન કરવું પડી શકે છે. કારણ કે તેના સેવનથી આપણી પાચન શક્તિમાં વધારો થાય છે અને પેટના રોગોથી રાહત મળી શકે છે. આ સાથે જો તમને પેટના દુખાવાની સમસ્યા રહેતી હોય તો પણ તમે ગોળ અને જીરાનું પાણી પી શકો છો.

જો તમને તાવ, શરદી, ઉધરસ જેવી વાયરલ બીમારીઓનો સામનો કરવો પડતો હોય તો પણ તમે ગોળ અને જીરાનું પાણી પી શકો છો. તેના સેવનથી તમારા શરીરમાં એક અલગ પ્રકારની ઊર્જા આવી જાય છે અને તમે નબળાઈથી પણ છુટકારો મેળવી શકો છો. આ સાથે તેનાથી લોહી ની ઉણપ પણ દૂર કરી શકાય છે.

હાલમાં કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરી ખૂબ જ જરૂરી બની ગઈ છે. કારણ કે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય તો આપણે ઝડપથી સંક્રમિત રોગનો શિકાર બની શકતા નથી. આવામાં તમારે ગોળ અને પાણીનું સેવન કરવું જોઈએ. કારણ કે તેના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને વાયરલ રોગોથી છુટકારો મળી શકે છે.

જે લોકો હાઇ બ્લડપ્રેશરની સમસ્યાથી સામનો કરી રહ્યા છે, તેવા લોકો એ પણ ગોળ અને જીરાનું સેવન કરવું જોઈએ. કારણ કે તેમાં મળી આવતું પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવા મદદ કરે છે. આ સાથે ત્વચા રોગો માટે પણ આ ડ્રીંકનું સેવન ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. તેનાથી ખીલની સમસ્યા દૂર થઈ જાય છે અને ત્વચા પર અલગ ચમક આવે છે.

ગોળ અને જીરું સેવન કરવાથી આપણા શરીરને એક અલગ પ્રકારની ઊર્જા મળે છે. જેના લીધે તમને નબળાઈ, આળસ, હતાશા વગેરેનો સામનો કરવો પડતો નથી. આ સાથે જો તમે મેદસ્વી બની ગયા હોય તો પણ ગોળ અને જીરૂ કારગર સાબિત થઈ શકે છે. તેના સેવનથી તમને વજન વધારાની સમસ્યાથી રાહત મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *