તમારા માટે અમૃત કરતા ઓછા નથી આમળા, આ રીતે ખાઈ લેશો તો સૌથી વધારે બિમારીઓ થઇ જશે છૂમંતર.

તમારા માટે અમૃત કરતા ઓછા નથી આમળા, આ રીતે ખાઈ લેશો તો સૌથી વધારે બિમારીઓ થઇ જશે છૂમંતર.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જ્યારે પણ ખાવા પીવાની વાત આવે છે ત્યારે ઋતુનો ખાસ રોલ હોય છે. મોટાભાગના લોકો આ વાતને લઈને દુવિધામાં રહે છે કે શિયાળામાં કઈ કઈ ચીજ વસ્તુ ખાવી જોઈએ અને ઉનાળામાં કઈ ચીજ વસ્તુ ખાવી જોઈએ. આમળા વિશે પણ મોટાભાગના લોકોની વિચારસરણી કંઈક આવી જ હોય છે.

જો તમારા મનમાં પણ આ સવાલ આવી રહ્યો છે તો તમને જણાવી દઈએ કે આમળાને શિયાળાની ઋતુમાં ખાવા જોઈએ. જેનાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે. આવી સ્થિતિમાં આજના લેખમાં અમે તમને આમળાનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિષે માહિતગાર કરવા જઈ રહ્યા છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આમળામાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ મળી આવે છે, જે બોડી ડિટોક્સ કરવા માટે કામ કરે છે. આ સિવાય આમળામાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાની શક્તિ હોય છે તેનાથી તમે વાયરલ લોકોથી છુટકારો મેળવી શકો છો. આ સાથે આમળાનું સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે.

આમળા વિટામીન-સીનો ખૂબ જ સારો સ્ત્રોત છે. સંતરાની તુલનામાં તેમાં આઠ ગણું વિટામિન સી હોય છે. એક આમળાનું સેવન સંતરા કરતા 17 ગણા વધારે એન્ટિઓક્સિડન્ટ આપે છે. આમળા વિટામિન સીની સાથે સાથે કેલ્શિયમનો સારો સ્ત્રોત છે, જે તમને ઘણા મોસમી બીમારીઓથી દૂર રાખે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આમળામાં મળી આવતા એંટીઓક્સીડેંટ અને વિટામિન સી તમારા શરીરના મેટાબોલિઝમ લેવલને વધારવા માટે કામ કરે છે, જેનાથી તમને શરદી ખાંસી જેવી બીમારીઓ થતી નથી. આ સાથે તેમાં રહેલા ગુણો ખરાબ બેક્ટેરિયા દૂર કરીને બીમારીઓને રોકવામાં પણ મદદ કરે છે.

જો તમે આમળાને સેંધા નમક અને ગોળ સાથે મિક્સ કરીને ખાઈ લો છો તો તમને વાઇરલ ઇન્ફેક્શનથી રાહત મેળવી શકો છો. આમળા તમારી ત્વચા અને વાળ બંને માટે ખૂબ જ સારા હોય છે. તે વાળ માટે એક ટોનિકની જેમ કામ કરે છે, જે શુષ્ક થઈ ગયેલા વાળને ખરવાની સમસ્યાથી રોકે છે.

જેનાથી વાળનો ગ્રોથ પણ સારો થાય છે. જો ત્વચાની વાત આવે છે તો તે સારા એન્ટિએજિંગ ફળ તરીકે વર્તે છે. આયુર્વેદ પ્રમાણે દરરોજ સવારે આમળાના રસને મધ સાથે મિક્સ કરીને પીવામાં આવે તો ત્વચા એકદમ ચમકદાર બની જાય છે.

આ સિવાય બે ચમચી મધ સાથે બે ચમચી આમળા પાવડર મિક્સ કરીને સેવન કરી શકો છો. તમે જેને દિવસમાં ત્રણથી ચાર વાર લઈ શકો છો, આ ઉપાય પ્રાચીનકાળથી ઉપયોગમાં લેવામાં આવે છે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment