આયુર્વેદ

શરીરમાં દેખાઈ જાય આ 5 ફેરફાર તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે કિડની ફેલ.

સામાન્ય રીતે માનવ શરીરમાં રહેલા બધા જ અંગો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. જો એક પણ અંગમાં સહેજ ખરાબી આવે તો વ્યક્તિને જીવવું અસમર્થ બની જાય છે. આ સાથે ધીમે ધીમે રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી પડવા લાગે છે.

આવો જ એક અંગ કિડની છે, જે વ્યક્તિના શરીરમાં એક પ્રકારના ફિલ્ટર ની જેમ કામ કરે છે. તેનાથી શરીરમાં રહેલા કચરો ફિલ્ટર કરી શકાય છે અને સારા લોહીનો પ્રવાહ અંગો સુધી પહોંચી શકે છે.

જોકે જ્યારે કિડની ફેલ થવાની સમસ્યા થાય છે ત્યારે તેની સીધી અસર આપણા શરીર પર થાય છે અને કેટલાક સંકેતો દેખાવા લાગે છે. જો તમે આ લક્ષણો માંથી શરૂઆતી લક્ષણોને ઓળખી લો છો તો તમે સમયસર તેનો ઈલાજ કરાવી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે આ સંકેત કયા કયા છે, જે કિડની ફેલ થતા પહેલા દેખાય છે.

જો કિડની ફેલ થયા તો તેની સીધી અસર પેશાબ પર થાય છે. જો તમને અચાનક પેશાબમાં બળતરા, પીડા અને પેશાબ વધારે પીળો આવતો થઈ જાય છે તો તે કિડની ફેલનું શરૂઆતી લક્ષણ હોઈ શકે છે.

જો તમારી કિડની પર સોજો આવવા લાગે છે તો તે પણ કિડની રોગનો સંકેત હોય શકે છે. તેની પાછળનું કારણ એ છે કે જ્યારે કિડની કચરો યોગ્ય રીતે ફિલ્ટર કરી શકતી નથી એટલે તે પેટમાં જમા થવા લાગે છે. જે પાછળથી સોજાનું સ્વરૂપ ધારણ કરે છે.

તમને જણાવી દઈએ કે મેડિકલ સાયન્સ અનુસાર કિડની લાલ રક્તકણો ની રચના કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે પંરતુ જ્યારે કિડની માં ખરાબી આવે છે તો તે લાલ રક્ત કણોની સંખ્યામાં કમી આવી જાય છે. જે એનિમિયા રોગ થવાનું કારણ પણ બને છે.

આ સાથે શરીરમાં લોહીની કમી રહેવાને લીધે તમને આખો દિવસ કામ કર્યા વગર થાક, નબળાઈ અને આળસનો સામનો કરવો પડે છે. આ સાથે જ્યારે લાલ રક્તકણો ની સંખ્યા શરીરમાં ઓછી થઈ જાય છે તો મગજ સુધી લોહી પહોંચી શકતું નથી અને તમે કોઈ પણ વસ્તુ આસાનીથી યાદ કરી શકતા નથી.

આ સાથે તમને ચક્કર આવવા લાગે છે. જો તમને વારંવાર પીઠ પાછળ દુખાવો થતો હોય તો તે પણ કિડની સબંધિત સમસ્યાનો સંકેત હોય શકે છે. આવામાં તમારે તેની અવગણના કર્યા વગર યોગ્ય તપાસ કરાવવી જોઇએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *