દોસ્તો ધાણા નો ઉપયોગ ઘણા વર્ષોથી આપણા ભારતીય રસોડામાં એક મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જે ભોજનનો સ્વાદ વધારવા માટે કામ કરે છે. જોકે તમારે જાણવું જોઈએ કે ધાણા સ્વાદની સાથે અનેક બીમારીઓને દૂર કરવા માટે પણ કામ કરે છે.
હજારો વર્ષથી આપણા આર્યુવેદ શાસ્ત્રમાં ધાણાનું એક અલગ સ્થાન છે. તેનો ઉપયોગ કરીને તમે ઘણી જટિલ બીમારીઓથી પણ રાહત મેળવી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે ધાણાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેનાથી કઈ બીમારીઓ દૂર કરી શકાય છે.
આજના સમયમાં જો કોઈ સમસ્યા સૌથી વધુ લોકોને હેરાન કરી રહી હોય તો તે ડાયાબિટીસની સમસ્યા છે. આ સમસ્યા થવા પર વ્યક્તિનું બ્લડ સુગર વધી જાય છે અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. જેના લીધે તમે બીજા ઘણા વાયરલ રોગોનો શિકાર બની શકો છો. આજ કારણ છે કે ડાયાબીટીસ ની બીમારીને સાઇલેંટ કિલર તરીકે ઓળખવામાં આવે છે.
આવામાં જો તમે પણ ડાયાબિટીસની સમસ્યાથી કંટાળી ગયા છો અને તેનાથી રાહત મેળવવા માંગો છો તો તમારે ધાણાનું પાણી પીવું જોઈએ. તેનાથી બ્લડ સુગર લેવલ ઓછું થઈ જાય છે અને ઇન્સ્યુલીન લેવલ વધી જાય છે, જે ડાયાબિટીસ કાબૂમાં કરવા માટે કામ કરે છે.
જો તમે કોલેસ્ટ્રોલ સબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેનું જલદી નિરાકરણ કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે કોલેસ્ટ્રોલ ની સમસ્યા હૃદય રોગ સાથે જોડાયેલ છે. જો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય છે તો હાર્ટ એટેક અને હાર્ટ સાથે સબંધિત અન્ય બીમારીઓ થવાનો ભય રહે છે.
તેથી કોલેસ્ટ્રોલ ને નિયત્રંણ કરવું ખૂબ જ જરૂરી છે. જોકે ધાણા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરીને સારા કોલેસ્ટ્રોલ માં વધારો કરે છે. આ માટે તમારે ધાણાને પાણીમાં પલાળી રાખી તેનું પાણી સવારની પહોરમાં પીવું જોઈએ.
આજના સમયમાં પ્રદૂષણ યુક્ત વાતાવરણ અને ખરાબ જીવનશૈલીને લીધે ઘણા લોકો સ્કિન સબંધિત બીમારીઓનો સામનો કરે છે. જો તમે પણ આ સમસ્યાનો શિકાર છો તો તમારે ભોજનમાં ધાણા પાણી શામેલ કરવું જોઈએ. આ ઉપાય કરવાથી સ્કીમમાં જામી ગયેલા કચરો બહાર આવી જાય છે અને ખીલ, ડાઘ વગેરે દૂર થાય છે. આ સાથે તમે લાંબા સમય સુધી જુવાન રહી શકો છો.
જો તમે ભોજનમાં ધાણા પાણીને શામેલ કરો છો તો તેમાં મળી આવતા પોષક તત્વો પેટમાંથી બધા જ ખરાબ બેકટેરિયા બહાર કાઢે છે અને તમે થાઇરોઇડ ની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ સાથે ધાણા પાણીનું સેવન કરવાથી તમે આખો દિવસ ઉર્જસભર રહી શકો છો અને થાકનો અનુભવ થતો નથી.
જો તમે ભોજનમાં ધાણા પાણી શામેલ કરો છો તો તેમાં મળી આવતા ફાઈબર અને એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો તમારી પાચન શક્તિ માં વધારો કરવા માટે કામ કરે છે. જેના લીધે તમને કબજિયાત, મોટાપો, ગેસ, અલચો જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
હવે આપણે ધાણા પાણી બનાવવાની રીત વિશે જાણીએ. સૌથી પહેલા ધાણા પાણી બનાવવા માટે થોડુંક પાણી ગરમ કરો અને જ્યારે પાણી ગરમ થઇ જાય ત્યારે તેમાં ધાણાના બીજ ઉમેરી લો. હવે પાણી બરાબર ગરમ થઇ જાય ત્યારે તેને નીચે ઉતારીને ગાળી લો. હવે જ્યારે તે નવશેકું બને ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ. જો તમને આ પાણી નો સ્વાદ પસંદ ના હોય તો તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.