એક ગ્લાસ દૂધ સાથે ચપટી આ વસ્તુનું સેવન કરી લેશો તો ઘસઘસાટ આવશે ઊંઘ, ક્યારેય નહી લેવી પડે ઊંઘની ગોળીઓ.

દોસ્તો આજના સમયમાં મોટાભાગના લોકો તણાવ અને કામના લોડને લીધે રાત દરમિયાન શાંતિથી ઊંઘ લઈ શકતા નથી. જેના લીધે તેઓ ઊંઘની ગોળીઓ ગળતા હોય છે, જો તમારી સ્થિતિ પણ આવી છે તો તમારે કેટલાક ઉપાય કરવા જોઈએ. કારણ કે દરરોજ ગોળીઓ ખાવાથી લાંબા ગાળે નુકસાન થઈ શકે છે. તેથી તમારે શક્ય એટલા ઘરેલુ ઉપચાર કરવા જોઈએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ માટે તમારે સૌથી પહેલા દૂધમાં હળદર, અશ્વગંધા અને જાયફળનો ઉપયોગ કરવો પડશે. તેનાથી તમારી મોટાભાગની સમસ્યા ઓ દૂર થઈ જશે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બની જશે. આ સાથે તમારે રાત્રિ ઊંઘ માટે ગોળીઓ ગળવી પડે છે તો તેનાથી પણ છુટકારો મળી જશે.

દૂધમાં ટ્રીપ્ટોફેન નામનું રસાયણ મળી આવે છે, જે તમારા શરીરમાંથી હતાશા અને ચિંતાના ગુણો ઓછાં થઈ જાય છે. કારણ કે તેનાથી તમને રાહત મળી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે, જેના લીધે તમારા શરીરમાં પાચન ક્રિયામાં વધારો થાય છે. જે સારા પાચન માટે કામ કરે છે.

અશ્વગંધા પણ આવી જ એક ઔષધિ છે. તેનાથી તમારા શરીરમાં ચિંતા અને હતાશા ના ગુણો કાયમ માટે દૂર થઈ જાય છે. જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ કામ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જાયફળ પણ એક ઔષધિની જેમ કામ કરે છે. જેનાથી તમારી ઊંઘના પ્રભાવમાં સુધારો થાય છે અને તમે રાત દરમિયાન મીઠી ઊંઘ લઇ શકો છો.

તમારે મીઠી ઊંઘ માટે આવી રીતે રેસિપી તૈયાર કરવી જોઈએ.
સામગ્રી :-
દૂધ – 1 ગ્લાસ
અશ્વગંધા પાવડર – 1/2 ચમચી
હળદરનો પાવડર – 1/2 ચમચી
જાયફળનો પાવડર – એક ચપટી
ખાદ્ય નાળિયેરનું તેલ – 1 ચમચી

બનાવવાની રીત :- આ માટે તમારે સૌથી પહેલા દૂધને ધીમા ગેસ પર ગરમ કરો. ત્યારબાદ તેમાં અશ્વગંધા, હળદર અને જાયફળ ઉમેરી લો. હવે જ્યારે ઉભરો આવી જાય ત્યારે ગેસ બંધ કરી લો. તમે સ્વાદ માટે દૂધમાં ખાંડ પણ ઉમેરી શકો છો. હવે આ ડ્રીંક ને ગાળીને રાતે સેવન કરવું જોઈએ.

આ ઉપાય કરવાથી તમને રાત દરમિયાન મીઠી ઊંઘ આવશે અને તમારા માટે ઊંઘની સમસ્યા કાયમી દૂર થઈ જશે. આ સાથે તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત થશે અને તમે તંદુરસ્ત જીવન જીવી શકશો.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment