જ્યારે કોઈ વ્યક્તિ ફંગલ ઇન્ફેક્શન થી પરેશાન હોય છે તો તેના શરીર પર લાલ નિશાન બની જાય છે અને પુષ્કળ પ્રમાણમાં ખંજવાળ આવે છે. જોકે ફંગસ ઇન્ફેક્શન થવા પાછળ ઘણાં કારણો પણ જવાબદાર હોઈ શકે છે. જ્યારે ત્વચા કત ફંગસ ઇન્ફેક્શન ત્વચાના કોઈ ભાગ પર થાય છે તો તે ધીમે ધીમે આખા શરીર પર ફેલાઈ જાય છે અને તેનાથી રાહત મેળવવી ખૂબ જ મુશ્કેલ છે.
આવી સ્થિતિમાં તેને ક્યારેય નજરઅંદાજ કરવો જોઈએ નહિ અને તેનો સમયસર ચોક્કસ ઈલાજ કરાવી લેવો જોઈએ. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે આ ફંગસ ઇન્ફેક્શનથી રાહત આપવા માટે કામ કર છે.
જ્યારે કોઈ વ્યક્તિ ફંગસ ઇન્ફેક્શનથી પીડિત બની જાય છે ત્યારે તેની ત્વચા પર વિશેષ પ્રકારના ડાઘ પડી જાય છે અને ઘણી વખત તો ત્વચા ફાટવા લાગે છે. આ સાથે ત્વચા શુષ્ક થઈ જવાની પણ સમસ્યા થાય છે.
ફંગસ ઇન્ફેક્શન થવા પર તમારે નીચે જણાવેલ ઉપાય કરવા જોઈએ, જેનાથી તમે કોઈપણ જાતના ખર્ચ વિના રાહત મેળવી શકશો.
લસણનો લેપ :- લસણના લેપનો ઉપયોગ કરીને તમે આસાનીથી ફંગસ ઇન્ફેક્શનથી રાહત મેળવી શકો છો. આ માટે તમારે ફક્ત લસણની જરૂરિયાત પડશે. આ માટે સૌથી પહેલા 5થી 6 લસણની કળીઓ લઈને તેને પીસી લો. હવે તેમાં સરસવ તેલ અને લીમડાનો પાવડર ઉમેરીને પેસ્ટ બનાવી દો. ત્યારબાદ તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવાથી તમને આરામ મળી શકશે.
પીપળ પાન :- તમે પીપળ પાનનો ઉપયોગ કરીને પણ ફંગલ ઇન્ફેક્શન થી રાહત મેળવી શકો છો. આ માટે સૌથી પહેલા પીપળ પાનના લઈને તેને પાણીમાં મિક્સ કરીને ઉકળવા માટે મૂકી દો. હવે તેને નીચે ઉતરીને ઠંડી થવા માટે મૂકી દો અને જ્યારે તે ઠંડી થઇ જાય ત્યારે તેને ગ્રાઇન્ડ કરી લો. ત્યારબાદ તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવી દો. આનાથી તમને આરામ મળશે.
જૈતુન પાન :- તમે જૈતુન પાનનો ઉપયોગ કરીને પણ આસાનીથી ફંગલ ઇન્ફેક્શનથી રાહત મેળવી શકો છો. આ માટે સૌથી પહેલા જૈતુન પાન લઈને તેને બરાબર પીસીને ગ્રાઉન્ડ કરી લો. હવે તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવી દો. તમને કહી દઈએ કે તમે જૈતુન પાન ની જગ્યાએ જૈતુન તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી પણ ફંગલ ઇન્ફેક્શન માં રાહત મળી શકે છે.
જ્યારે તમે લિપનો ઉપયોગ કરશો તો ત્રણ ચાર દિવસમાં ફંગલ ઇન્ફેક્શન કાયમ માટે દૂર થઈ જશે. જોકે આ ઉપાય કર્યા પછી પણ તમને આરામ ના મળે તો તમે ડોકટર પાસે જઈ શકો છો.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.