સામાન્ય રીતે મોસમમાં પરિવર્તન આવતાની સાથે જ તેની સીધી અસર ત્વચા પર દેખાવા લાગે છે. આ સાથે ઘણી વખત વધારે પડતી ગરમીને લીધે પગની એડીઓ પણ ફાટી જાય છે. જેને જોઈને કોઈપણ વ્યક્તિ વિચારમાં પડી શકે છે કે આનાથી કેવી રીતે છૂટકારો મેળવી શકાય છે.
જો તમે પણ આના પર વિચાર કરી રહ્યા છો તો તમને કહી દઈએ કે કેટલાક ઘરેલુ ઉપચાર છે કે જે ફાટેલી એડીની સમસ્યા દૂર કરવા માયે કામ કરે છે. તમે તેનો ઉપયોગ કરીને આસાનીથી ફાટેલી એડીની સમસ્યાથી રાહત મેળવી શકો છો.
એલોવેરા જેલ :- તમારી ફાટેલી એડીની સમસ્યા દૂર કરવા માયે એલોવેરા જેલ પણ કામ કરી શકે છે. વળી તેનો ઉપયોગ કરવો પણ એકદમ આસાન છે. આ માટે સૌથી પહેલા પગને સારી રીતે સાફ કરી લો.
ત્યારબાદ તેના પર એલોવેરા જેલ લગાવો. ત્યારબાદ તમારે તેની સારી રીતે મસાજ કરવાની રહેશે. જેના પછી તમારે મોજા પહેરી લેવા જોઈએ. આ ઉપાય એકદમ કારગર સાબિત થઈ શકે છે.
કેળા :- તમે કેળાનો ઉપયોગ કરીને પણ ફાટેલી એડીની સમસ્યા દૂર કરી શકો છો. આ માટે સૌથી પહેલા એક પાકી ગયું હોય એવું કેળું લો. ત્યારબાદ તેને સારી રીતે મસળી લો અને તેને ફાટેલી પગની એડી પર લગાવી દો.
જેના પછી તેને સૂકવવા દો અને ત્યારબાદ શુદ્ધ પાણીથી તેને સાફ કરી લો. આ ઉપાય તમારા માટે કારગર સાબિત થઈ શકશે.
ચોખાનો લોટ :- આ સિવાય તમે ચોખાનો લોટનો ઉપયોગ કરીને પણ ફાટેલી એડીની સમસ્યાથી રાહત મેળવો શકો છો. આ માટે સૌથી પહેલા ચોખાનો લોટ લો અને તેમાં મધ ઉમેરી લો.
ત્યારબાદ તેને ફાટેલી એડી પર લગાવી દો. આ ઉપાય કરવાથી પગની એડી નરમ બને છે અને આસાનીથી રાહત મળી શકે છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.