સામાન્ય રીતે આદુનો ઉપયોગ એક મસાલા તરીકે ભોજનમાં કરવામાં આવે છે. તે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થયની દ્વષ્ટિએ પણ ઘણા લાભ આપી શકે છે. આજ કારણ છે કે આદુને આયુર્વેદમાં શક્તિશાળી ઔષધિ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ યોગ્ય માત્રામાં દરરોજ આદુનો ઉપયોગ કરે છે તો ઘણી મસમોટી બીમારી દૂર કરી શકે છે.
તમે આજ સુધી આદુનો ઉપયોગ ચાની અંદર મિક્સ કરીને કર્યો હશે પંરતુ તમને જણાવી દઈએ કે જો તમે દૂધની અંદર આદુ મિક્સ કરીને સેવન કરો છો તો તેનાથી તેના ઔષધીય ગુણો બમણા થઈ જાય છે. હકીકતમાં તેના એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે, જેના લીધે તે ઘણી બીમારીઓને દૂર કરવા માટે દવાની જેમ કામ કરે છે.
જો તમને પણ દૂધમાં આદુ મિક્સ કરીને સેવન કરવાથી કયા કયા લાભ થાય છે તેના વિશે ખબર નથી તો હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને કેટલાક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ તમને લાભ કરી શકે છે.
જો તમારી પાચન ક્રિયા સારી રીતે કામ કરી નથી અથવા તો અથવા તો તમને પેટના રોગો જેમ કે કબજિયાત, એસિડિટી, પેટનો વિકાર વગેરેનો સામનો કરવો પડી રહ્યો છે તો પણ તમે દૂધ સાથે આદુનો ઉપયોગ કરી શકો છો.
સામાન્ય રીતે દૂધનો ઉપયોગ કરવાથી તેમાં મળી આવતું કેલ્શિયમ હાડકા મજબુત કરવા માટે કામ કરે છે પંરતુ જો તમે દૂધ સાથે આદુનું સેવન કરો છો તો તેમાં એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણ મળી આવે છે, જે હાડકાના દુખાવાને દૂર કરવા માટે કામ કરે છે. આવામાં તમારા હાડકા મજબુત કરવા માટે તમારે આદુ યુક્ત દૂધનો ઉપયોગ કરવો જ જોઈએ.
જો તમે કોરોના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માંગો છો તો પણ આદુ કોઈ દવા કરતા ઓછું નથી. હકીકતમાં તેમાં મળી આવતા એન્ટી તત્વો તમારી રોગો સામે લડવાની શક્તિ માં વધારો કરે છે. આવી સ્થિતિમાં તમારે ભોજનમાં આદુ યુક્ત દૂધનો સમાવેશ કરવો જ જોઈએ. તેનાથી તમારી રોગ પ્રતિકારક શકિત તો વધશે સાથે તમે ક્યારેય બીમારી પડી શકશો નહીં.
આદુ યુક્ત દૂધનું સેવન કરવાથી પેટમાં જામી ગયેલો કચરો બહાર નીકળી જાય છે. તેનાથી તમને પેટમાં દુખાવાની સમસ્યા થતી નથી. હકીકતમાં આદુ યુક્ત દૂધમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે, જે પેટને દુરસ્ત રાખે છે. આ માટે તમારે એક ચમચી આદુને દૂધમાં મિક્સ કરીને સેવન કરવું પડશે.
જો તમને ગળામાં ખરાશ થઈ ગઈ છે તો પણ તમે આદુ યુક્ત દૂધ લઇ શકો છો. તેનાથી ગળાની ખરાશ તો દૂર થાય છે સાથે સાથે ગળામાં સંક્રમણ થયું હોય તો તેનાથી પણ રાહત મળી શકે છે. આ માટે તમારે સૂતા પહેલા આદુ યુક્ત દૂધનું સેવન કરવું જોઈએ. જોકે યાદ રાખો કે તેનું સેવન કર્યાના 1 કલાક સુધી કંઈ ખાવું કે પીવું જોઈએ નહી.
આદુ યુક્ત દૂધ બનાવવા વિશે વાત કરીએ તો સૌથી પહેલા દૂધને ગરમ કરવા માટે મૂકો. હવે તેમાં આદુના નાના નાના ટુકડા કરીને નાખી દો. ત્યારબાદ જ્યારે દૂધ બરાબર ઉકળી જાય ત્યારે તેને નીચે ઉતારીને ફિલ્ટર કરી સેવન કરો. જો તમે ઈચ્છતા હોવ તો તમે આદુની જગ્યાએ તેનો પાવડર પણ ઉમેરી શકો છો.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.