કાનમાં દુઃખાવો થતો હોય તો આ ઉપાય કરવાથી તરત મળી જશે રાહત, મેલ પણ એક વખત આંગળી નાખતા બહાર આવી જશે.

દોસ્તો સામાન્ય રીતે કાનમાં દુઃખાવો થાય છે ત્યારે લોકો એકદમ કંટાળી જાય છે. કારણ કે કાનમાં દુઃખાવો થતાની સાથે જ આખો દિવસ બગડે છે. આ સાથે રાતે ઊંઘવામાં પણ તકલીફ પડે છે. જો આનો સમયસર ઈલાજ કરવામાં ના આવે તો સમસ્યા વધુ વણસી શકે છે. તેથી તેનો ઇલાજ કરવો ખૂબ જ જરૂરી છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમારા કાનમાં દુઃખાવો થઈ રહ્યો છે અને તમે તેનાથી રાહત મેળવવા માંગો છો તો તમે કેટલાક ઘરેલું ઉપાય પણ અપનાવી શકો છો. આવી સ્થિતિમાં આજે અમે તમને આવા જ ઘરેલુ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે રાહત મેળવી શકશો.

લસણ :- સામાન્ય રીતે લસણનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે પંરતુ તમારે જાણવું જોઈએ કે લસણ સંક્રમિત બીમારીઓને દૂર કરવા માટે કામ કરે છે. આ સિવાય જો તમને ચેપ લાગ્યો હોય તો તેનાથી રાહત મેળવવા માટે પણ લસણ કામ કરી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સરસવ તેલ :- તમે સરસવ તેલની મદદથી પણ કાનનો દુઃખાવો દૂર કરી શકો છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પેહલા સરસવ તેલને ગરમ કરો અને તેમાં લસણની કળી નાખીને બરાબર શેકી લો. હવે આ તેલને ફિલ્ટર કરીને તેના ડ્રોપ કાનમાં નાખવા જોઈએ.

આદુ :- આદુ પણ લસણની જેમ સંક્રમિત બીમારી દૂર કરવા માટે કામ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પેહલા આદુને ગ્રાઉન્ડ કરીને સરસવ તેલમાં મિક્સ કરીને ગરમ કરી લો. હવે આ તેલના એક બે ડ્રોપ કાનમાં નાખવાથી મેલ બધો જ બહાર નીકળી જાય છે. આ સાથે દુઃખાવો પણ ઓછો થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

બરફનો ટુકડો અથવા શેક :- જો તમારા કાનમાં અસહ્ય દુઃખાવો થઈ રહ્યો છે અને રાહત મળી રહી નથી તો તમારે કાનમાં જે જગ્યા પર દુખાવો થતો હોય તે વિસ્તાર પર બરફ ઘસવો જોઈએ. આ સિવાય તમે કોઈ કપડાંને ગરમ કરીને અસરગ્રસ્ત વિસ્તાર પર શેક પણ કરી શકો છો.

સફરજન નો સરકો :- તમે સફરજન નો સરકો ની મદદથી પણ કાનનો દુઃખાવો દૂર કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પેહલા સફરજન નો સરકો ગરમ કરીને થોડોક ઠંડો પડે ત્યારે ડ્રોપ વાઈઝ કાનમાં નાખવો જોઈએ. તેનાથી તમારા કાનનો મેલ પણ બહાર આવી જશે અને દુઃખાવો પણ ઓછો થશે.

કાન સાફ કરવાની આદત બનાવો :- કાનમાં દુઃખાવો થતો હોય તો તમારે દરરોજ કાન સાફ કરવાની આદત બનાવવી જોઈએ. તેનાથી તમારા કાન પણ સાફ રહેશે અને ક્યારેય કાનમાં મેલ જમા થશે નહીં. તમને જણાવી દઈએ કે તમે રૂની મદદથી કાનનો મેલ બહાર કાઢી શકો છો.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment