દોસ્તો કોરોના વાયરસના આતંકને લીધે દેશને ઘણા નુકસાનનો સામનો કરવો પડ્યો છે. એવા ઘણા લોકો છે કે જેઓ પૂરતી કાળજી રાખવા છતાં કોરોનાનો વાયરસ નો શિકાર બની ચૂક્યા છે. જોકે હાલમાં કોરોના વાયરસ નો પિક પોઇન્ટ નીચો આવી ગયો છે પંરતુ હજુ સુધી ભય ઓછો થયો નથી. આ સાથે નિષ્ણાત લોકો દ્વારા વાયરસ ની ત્રીજી લહેર આવવાની આગાહી કરી લીધી છે.
આવામાં તમારે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે શક્ય પ્રયાસ કરવા જોઈએ. કારણ કે જો તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબુત હશે તો તમે આસાનીથી કોઈ રોગનો શિકાર બની શકશો નહી અને તમારું શરીર બધા જ રોગોને કડક ટક્કર આપી શકશે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના સેવનથી તમે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરી શકો છો. વળી તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. તો ચાલો આપણે જાણીએ કે આ વસ્તુઓ કંઈ કંઈ છે.
મેથી :- મેથી સ્વાદમાં ભલે કડવી હોય પંરતુ કોઈ દવા કરતા ઓછી નથી. તમે તેનો ઉપયોગ રાતે પલાળીને સવારે ખાલી પેટ કરી શકો છો. તેમાં મળી આવતા એન્ટી ઓક્સિડન્ટ તત્વો તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ સાથે જો તમને કબજિયાત અને ડાયાબિટીસની સમસ્યા થઈ હોય તો પણ રાહત મળી જાય છે.
બદામ :- જો તમે દરરોજ પલાળેલી બદામ ખાવ છો તો તેનાથી પણ રોગો સામે લડવાની તાકાત મળી જાય છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે બદામને રાતે પલાળી દેવી પડશે અને સવારે ખાલી પેટ તેનું સેવન કરવું જોઈએ. જેનાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય છે અને સારા કોલેસ્ટ્રોલ માં વધારો કરી શકાય છે. આ સાથે તે હાઈ બીપી ના પીડિત લોકો માટે પણ કારગર છે.
અંજીર :- દોસ્તો જો તમે અંજીરને પલાળીને ખાવ છો તો તેનાથી પણ રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. હકીકતમાં તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે, જે રોગો સામે લડવામાં મદદ કરે છે. વળી તેનાથી વાયરલ બીમારીઓ પણ થતી નથી.
શણનું બીજ :- તમે શણના બીજનો ઉપયોગ કરીને પણ રોગોથી દુર રહી શકો છો. હકીકતમાં તેમાં ઓમેગા 3, ફેટી એસીડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે મળી આવે છે. જે શરીરને મજબૂત બનાવે છે અને રોગોથી દુર રાખે છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.