ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરથી ઘણા લોકો ગ્રસ્ત થઈ ગયા છે. આ એવી બીમારીઓ પૈકી એક છે જેનો કોઈ કાયમી ઇલાજ નથી. આ બીમારીઓને ફક્ત દવાઓની મદદથી કાબૂમાં કરી શકાય છે. જોકે આયુર્વેદમાં કેટલાક એવા ઉપાય વિશે વર્ણન કરવામાં આવ્યું છે. જેની મદદથી તમે ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર ની સમસ્યાથી રાહત મેળવી શકો છો.
આયુર્વેદમાં એવા ઘણા વૃક્ષો અને છોડ વિશે વર્ણન કરવામાં આવ્યું છે જેની મદદથી તમે આસાનીથી ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યાથી છુટકારો મેળવી શકશો. તો ચાલો આપણે જાણીએ કે આ ત્રણ પત્તા કયા કયા છે. જેને આયુર્વેદમાં ખૂબ જ કારગર માનવામાં આવે છે.
તુલસીના પત્તા :- તુલસીના પત્તા ને આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. તેનાથી તમે ઘણી મુશ્કેલીઓ દૂર કરી શકો છો. આયુર્વેદમાં પણ તેનાથી થતા ફાયદાઓ વિશે વાત કરવામાં આવી છે. આ સાથે એવી ઘણી દવાઓ પણ બનાવવામાં આવી છે, જેમાં તુલસીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હકીકતમાં તુલસીમાં એવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે ઘણી બીમારીઓને દૂર કરવા માટે કામ કરે છે.
ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરની સમસ્યા માટે પણ તમે તુલસીનો ઉપયોગ કરી શકો છો. આ માટે ડાયાબીટીસ અથવા તો બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકોએ ભોજનમાં તુલસીના પત્તા અથવા તેના રસનું સેવન કરી લેવું જોઈએ.
તેનો ઉપયોગ કેવી રીતે કરવો :- તુલસીનું પાણી બનાવવુ ખૂબ જ સરળ છે. આ માટે સૌથી પહેલા ગેસ પર પાણી ગરમ કરવા માટે મૂકીને તેમાં તુલસીનાં પત્તા વાટીને ઉમેરી લો. હવે જ્યારે પાણીનો રંગ લીલો થઈ જાય ત્યારે ગેસ પરથી તેને નીચે ઉતારી લો અને ત્યારબાદ ઠંડુ થાય એટલે તેનું સેવન કરો.
કઢી પત્તા :- આયુર્વેદમાં કઢી પત્તા પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તેના સેવનથી ઘણી બીમારીઓ આસાનીથી દૂર થઈ જાય છે. ડાયાબીટીસ અથવા તો બ્લડ પ્રેશર ની સમસ્યાથી પીડિત લોકોએ તો તેનું સેવન કરવું જોઈએ.
હકીકતમાં તેના દરરોજ સેવનથી ઇન્સ્યુલીન લેવલ માં વધારો થઈ શકે છે. જે બ્લડ સુગર ની સમસ્યા દૂર કરવા માટે કામ કરે છે. કઢી પત્તાનો સ્વાદ થોડોક કડવો હોય છે જેના લીધે તમે તેને શાક અથવા દાળમાં મિક્સ કરીને સેવન કરી શકો છો.
લીમડાના પત્તા :- આર્યુવેદ દવાઓ બનાવવા માટે લીમડાના પત્તાનો ઉપયોગ કરવામાં આવે છે. તેના સેવનથી લોહી શુદ્ધ થાય છે અને ડાયાબીટીસ ની સમસ્યા પણ દૂર કરી શકાય છે. તેના સેવનથી શરીરમાં હાજર બ્લડ સુગર ઓછું કરી શકાય છે,
જે આપમેળે ડાયાબીટીસ ની સમસ્યા દૂર કરવા માટે કામ કરે છે. જોકે યાદ રાખો કે તેનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી બ્લડ સુગર વધારે ઓછું પણ થઈ શકે છે. તેથી તેનો ઉપયોગ હંમેશા નિયંત્રિત માત્રામાં કરવો જોઈએ.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.