દોસ્તો આજના આ લેખમાં અમે તમને એક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે એસિડિટી, કબજિયાત, ઊંઘની સમસ્યા, પેટનો વિકાર સહિત બીજી અગણિત બીમારીઓ દૂર કરવામાં મદદ મળી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.
જો તમે એસિડિટી ની સમસ્યાથી કંટાળી ગયા છો તો તમારે સૌથી પહેલા હરડે અને દ્રાક્ષ ને સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેમાં થોડીક સાકર ઉમેરી લેવી જોઈએ. ત્યારબાદ તેને દરરોજ સવારે ચમચી ભરીને લેવાથી તમને એસિડિટી થી રાહત મળી શકે છે.
જો તમે ગંઠોડા અને સાકરને મિક્સ કરીને ગ્રાઇન્ડ કરી ને દરરોજ સવારે તેની ચપટી ફાકી કરો છો તો તેનાથી તમને એસિડિટી થશે નહિ. આ સિવાય તમે બપોરે જમતા પહેલા લીંબુનો રસને પાણીમાં મિક્સ કરીને તેમાં ખાંડ ઉમેરી લો. ત્યારબાદ તેનું સેવન કરવાથી તમને રાહત મળી શકે છે.
જો તમને પેટમાં અથવા તો છાતીમાં બળતરા થઈ રહી છે તો તમારે સમજી લેવું જોઈએ કે એસિડિટી ચરમ સીમા પર છે. આવામાં તમારે ધાણાજીરું અને સાકર ને મિક્સ કરીને પાવડર બનાવીને ખાઈ લેવું જોઈએ, રાહત થશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રાતે સૂતા પહેલાં એક ગ્લાસ દૂધમાં ઘીમાં શેકેલા મરી અને સવાર અનુસાર ખાંડ ઉમેરીને રાતે પી લેવામાં આવે તો એસિડિટી થતી નથી.
જો તમને કબજિયાત ની સમસ્યા થઈ રહી છે તો તમારે સમજી લેવું જોઈએ કે તેની પાછળ તમારું પેટ જવાબદાર છે. આવામાં તમારે ટામેટાનો રસ કાઢીને તેનું સેવન કરી લેવામાં આવે તો આંતરડામાં જામી ગયેલ મળ બહાર નીકળી જાય છે અને પેટ સાફ થાય છે.
જો તમને કાયમી કબજિયાત રહેતી હોય તો તમારે સવારે ઊઠીને ગરમ પાણી પીવાની ટેવ બનાવવી જોઈએ. કાળી દ્રાક્ષને રાત દરમિયાન પલાળી રાખી તેને સવારે ઊઠીને પાણીમાં મસળીને લેવાથી કબજીયાત મટે છે.
તમે સવારે ગરમ પાણીમાં અથવા દૂધમાં મધ મિક્સ કરીને સેવન કરો છો તો પેટ સાફ થઈ જાય છે અને કબજિયાત થી રાહત થાય છે. અજમાના પાવડરમાં સેંધા નમક મિક્સ કરીને ફાકી કરવાથી કબજિયાત દૂર થાય છે. ભોજનમાં હિમેજ ને શામેલ કરવાથી કબજિયાત મટે છે. જાયફળ ને લીંબુના રસમાં ઉમેરીને લેવાથી પણ રાહત થઈ શકે છે.
જો તમને આખો દિવસ કામ કર્યા પછી રાતે શાંતિથી સૂઈ શકતા નથી તો તમારે જાયફળ નો પાવડર અને પાણી મિક્સ કરીને લઈ લેવું જોઈએ. આ સાથે રાતે સૂતા પહેલા તમારે હાથ પગ સાફ કરી લેવા જોઈએ અથવા તો સ્નાન કરીને ઊંઘવાની કોશિશ કરવી જોઈએ.
તમે વરિયાળી, દૂધ અને સાકર ને મિક્સ કરીને ડ્રીંક બનાવીને સેવન કરી લેવું જોઈએ. દૂધમાં ખાંડ અને ગંઠોડા ને પાવડર બનાવીને મિક્સ કરીને લેવાથી પણ રાત દરમિયાન શાંતિથી ઊંઘ લઇ શકાય છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.