સામાન્ય રીતે ચહેરા અને વાળની જેમ વ્યક્તિએ તેના દાંતની પણ ખાસ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. જોકે ઘણી વખત દાંતનો રંગ પીળો થઈ જાય છે. જેની પાછળ ઘણાં કારણો પણ જવાબદાર હોઈ શકે છે. જેમાં બ્રશ ના કરવો અને ખોટી જીવન શૈલીને લીધે દાંત પીળા થવાની શક્યતા સૌથી વધુ છે.
જોકે હવે તમારે પીળા દાંતને લીધે લોકોની સામે શરમનો સામનો કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને કેટલાક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
દાંતનો રંગ પીળો થવા પાછળના કારણો..
1. કોફી, ચા, કોલા, વાઇન, સફરજન અથવા બટાકાનો ઉપયોગ કરવાને લીધી દાંત પર પીળાશ યુક્ત ડાઘ પડી શકે છે.
2. ધૂમ્રપાન અથવા તમાકુનું સેવન કરવાથી પણ દાંતનો રંગ પીળાશ પડતો થઈ જાય છે. આ સાથે જો તમે વધારે પ્રમાણમાં તમાકુ ખાવ છો તો દાંત લાલ પણ થઈ શકે છે.
3.મોઢાની યોગ્ય સાફ સફાઈ ના કરવામાં આવે તો દાંત પર પ્લક જમા થઈ જાય છે, જે દાંત પીળા થવા પાછળ જવાબદાર છે.
4. ઘણી બીમારીઓ આજે ગર્ભાવસ્થાના લીધે દાંતનું બહારનું પડ એકદમ કમજોર થાય જાય છે તેના લીધે દાંત દેખાવમાં એકદમ ખરાબ લાગે છે.
5. ઘણી વખત દવાઓનું સેવન પણ ગંદા દાંત પાછળ જવાબદાર હોઈ શકે છે.
દાંત ચમકાવવા માટેના ઘરેલું ઉપચાર
1. બેકિંગ સોડા સાથે લીંબુ :- દાંતની પીળાશ દૂર કરવા માટે સૌથી પહેલા એક વાટકીમાં બે ચમચી બેકિંગ સોડા લો. હવે તેમાં થોડાક ટીપાં લીંબુ રસ નાખી દો. હવે બંને ને એકરસ કરીને સરખી રોજ હલાવો દો. ત્યારબાદ તેને દાંત પર લગાવવાથી દાંતની ચમક પરત આવી જાય છે અને દાંત પર ચમક વધારવા માટે માટે કામ કી છે. હવે તમારે ટૂથપેસ્ટ લઈને તેનાથી બ્રશ કરવો પડશે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.