દોસ્તો તમે બધા જાણતા હશો કે લીમડો એક એવું ઝાડ છે, જેનો ઉપયોગ પ્રાચીન સમયથી આર્યુવેદિક દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. લીમડાના પાનની લઈને તેની છાલ સુધી દરેક વસ્તુ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે.
લીમડાની છાલમાં એવા ઘણા ગુણ મળી આવે છે, જે બીમારીઓને દુર કરીને તમને સુરક્ષિત રાખવા માટે કામ કરે છે. લીમડાની તાસીર ઠંડી હોય છે તેથી તેનો ઉપયોગ ગરમીમાં કરવો ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. તો હવે ચાલો આપણે જાણીએ કે લીમડો આપણને કયા કયા સ્વાસ્થય લાભ આપી શકે છે.
લીમડાની છાલ અલ્સર જેવી બીમારીઓથી રાહત આપવા માટે કામ કરે છે. હકીકતમાં લીમડાની છાલના અર્ક માં હાજર પોષક તત્વો અલ્સર જેવી ઘણી બીમારીઓને દૂર કરવા માટે કામ કરે છે. હકીકતમાં લીમડાની છાલમાં એન્ટી અલ્સર ગુણ મળી આવે છે, જેનું સેવન કરવાથી અલ્સર જેવી સમસ્યાઓ ને દૂર કરી શકાય છે.
લીમડાની છાલનો ઉપયોગ મલેરીયા થી પીડાતા લોકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. મલેરીયા ની સમસ્યા થવા પર લીમડાની છાલને ગરમ પાણીમાં ઉકાળીને પીડિત વ્યક્તિને આપવાથી તેની સમસ્યા દૂર થઇ જાય છે. આ સાથે જો તમને ઘણા સમયથી તાવ આવી રહ્યો છે અને ઉતરવાનું નામ લઈ રહ્યો નથી તો પણ તમારે ઉપરોકત જણાવેલ ઉપાય કરવો જોઈએ.
લીમડાની છાલનો ઉપયોગ ત્વચા પર ચમક મેળવવા માટે પણ કરી શકાય છે. જો તમારા ચેહરા પર ખીલ, ડાઘ, બ્લેક હેડ્સ જેવી સમસ્યાઓ થઇ ગઇ છે તો તમારે લીમડાની છાલની પેસ્ટ બનાવીને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવી જોઈએ. તેનાથી ચેહર પરની સમસ્યાઓ દૂર થઈ જાય છે. હકીકતમાં લીમડાની છાલમાં એન્ટી તત્વો મળી આવે છે, જે શરીરને ત્વચા રોગથી દૂર રાખે છે.
લીમડાની છાલમાં શક્તિવર્ધક ગુણ મળી આવે છે, જે ઘણા રોગોથી રક્ષણ આપવા માટે કામ કરે છે. લીમડાની છાલમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ મળી આવે છે, જે લોહીને સાફ રાખીને શરીરને ઘણા રોગોથી બચવા માટે કામ કરે છે.
લીમડાની છાલ દાંત માટે પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. જો તમારા દાંત પીળા થઈ ગયા છે અથવા દાંતમાં કીડા પડ્યા છે તો તમારે સેંધા નમકમાં લીમડાની છાલ પાવડર સ્વરૂપે ઉમેરીને તેનાથી બ્રશ કરવાથી દાંત સબંધિત સમસ્યાઓમાં રાહત મળી શકે છે.
લીમડાની છાલ ડાયાબિટીસ થી પીડિત લોકો માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે. હકીકતમાં તેનો પાવડર બનાવીને પાણી સાથે લેવામાં આવે તો બ્લડ સુગર કાબૂમાં કરી શકાય છે, જેના લીધે તમને ડાયાબિટીસ ની સમસ્યા નો સામનો કરવો પડતો નથી.
લીમડાની છાલ ગઠીયા રોગો માટે પણ ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે. આ માટે સૌથી પહેલા લીમડાની છાલ ને પાવડર સ્વરૂપમાં ફેરવીને પેસ્ટ બનાવી લેવી જોઈએ. હવે તેને ગરમ પાણીમાં મિક્સ કરીને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવાથી સોજો સહિત ગઠીયા વાની સમસ્યા દૂર થઈ જશે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.