વર્ષો જૂના સાંધાના દુખાવા, સંધિવા, ગઠીયા વા, પગના ઘસારા જેવી ઘણી સમસ્યાઓ દૂર કરવાનો એકમાત્ર રામબાણ ઉપાય, 100% મટી જશે તમારી સમસ્યા….

આજના અસ્તવ્યસ્ત જીવનને લીધે વ્યક્તિને વાની સમસ્યા થઇ રહી છે. આમ તો વાના ઘણા પ્રકાર છે, જેમાં સંધિવા અને ગઠિયા વા લોકોને સૌથી વધુ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ વાનો શિકાર બની જાય છે ત્યારે તેને ચાલવાથી લઈને બેસવા સુધી દરેક જગ્યાએ તકલીફ થવા લાગે છે. તેનાથી શરીર એકદમ ભાગી ગયું હોય તેવું લાગે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે આર્યુવેદમાં એવા ઘણા ઉપાયો વિશે માહિતી આપી છે, જેનો ઉપચાર કરીને તમે વાની સમસ્યાને ઘરબેઠા દૂર કરી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.

તમને જણાવી દઈએ કે વાની સમસ્યા દૂર કરવા માટે તમારે અશેળીયો લાવવો પડશે. આ માટે સૌથી પહેલા અશેળીયો લાવીને આવશ્યકતા અનુસાર તેને બાફી લો. ત્યારબાદ તેમાં થોડુંક દૂધ નાખો અને તેને ગરમ થવા દો. પછી…

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેમાં જરૂરીયાત અનુસાર ખાંડ અને બીજી વસ્તુઓ સ્વાદ માટે નાખી શકો છો. હવે જ્યારે તે બરાબર રંધાઈ જાય ત્યારે તેને ગેસ પરથી નીચે ઉતારી લો અને તેનું સેવન કરો. આ ઉપાય તમારે દરરોજ સવારે એક અઠવાડિયા સુધી કરવો પડશે.

તમે વાની સમસ્યા દૂર કરવા માટે તેલની માલીશ પણ કરી શકો છો. આ માટે તમે તલ, સરસવ અથવા એરંડિયું તેલ ને પસંદ કરો શકો છો. આ માટે આ ત્રણ પૈકી કોઈ એક તેલ લઈને જે જગ્યા પર વધારે દુઃખાવો થતો હોય અથવા સોજો આવ્યો હોય તેના પર તેલ વડે માલિશ કરવી જોઈએ, તેનાથી તમને ઘણો ફરક જોવા મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સિવાય તમે એરંડિયું તેલ લઈને તેમાં આંકડાના પાન ઉમેરી લો. હવે તેને ગેસ પર મૂકો અને જેવી રીતે આપણે પાપડ તળિયે તેવી રીતે તેને તળી લો. જ્યારે તે બરાબર ઉકળી જાય ત્યારે તેને ગેસ પરથી ઉતારીને તેઓને અલગ કરી દો. હવે….

તેમાં લસણની કળીઓ ઉમેરી લો અને જ્યાં સુધી તેનો રંગ બદામી ના થાય ત્યાં સુધી તેને ગરમ કરતા રહો, ત્યારબાદ તેમાં લીમડાના પાન ઉમેરી લો. હવે તેમાં સૂંઠને પાવડર સ્વરૂપ કરીને તેમાં ઉમેરી લો.

ત્યારબાદ આ સમગ્ર મિશ્રણને ગેસ પરથી નીચે ઉતારી લો અને તેને ફિલ્ટર કરીને તેલને અલગ કરી દો. હવે જ્યારે તે ઠંડુ પડે ત્યારે તેને એક બોટલ માં ભરીને સ્ટોર કરી દો. જેના પછી જ્યારે પણ તમને વાનો દુઃખાવો શરુ થાય ત્યારે તમે તેનાથી માલિશ કરી શકો છો. તેનાથી તમને રાહત થશે.

આ સિવાય તમે વાની સમસ્યા દૂર કરવા માટે અરડૂસી નો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે થોડીક અરડૂસી, થોડોક ગળો (લીમડાના ઝાડ પર મળી આવે છે) અને થોડીક કડુ કરિયાતું લાવીને ત્રણેયને સમાન માત્રામાં મિક્સ કરી લો. જેના પછી થોડુંક પાણી લઈને તેમાં આ મિશ્રણને મિક્સ કરીને બરાબર ઉકાળી લો. હવે….

જ્યારે તે ઉકળી જાય ત્યારે તેને ગેસ પરથી નીચે ઉતારી લો અને તેને ઠંડુ પડવા દો. જેના પછી તમે તેનું સેવન કરી શકો છો, તેનાથી પણ વાની સમસ્યા ઘણા અંશ સુધી ઓછી થઈ જશે.

તમે ખજૂર અને દિવેલનો ઉપયોગ કરીને પણ વાની સમસ્યા દૂર કરી શકો છો. આ માટે દસેક જેવી ખજૂરની પેશીઓ લઈને તેને બરાબર વાટી લો. ત્યારબાદ તેમાં ચારેબાજુ સરખી રીતે દિવેલ રેડો અને તેનું સેવન કરો. આ ઉપાય પણ વાની સમસ્યા દૂર કરવા માટે અસરકારક હોવાનું કહેવાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

 

Leave a Comment