આયુર્વેદ

કોઈપણ જાતના ખર્ચ વગર શરદી, ઉધરસ અને કફની સમસ્યાથી રાહત મેળવવાનો રામબાણ ઉપચાર, 100 ટકા મળી જશે પરિણામ.

સામાન્ય રીતે હવામાનમાં પરિવર્તન થતાની સાથે જ ઘણા લોકો શરદી અને ઉધરસનો શિકાર બની જતા હોય છે. આ સાથે ઘણી વખત શરદી ઉધરસની સાથે સાથે કફ પણ થઈ જતો હોય છે. જેનાથી ગળામાં અસહ્ય દુઃખાવો થાય છે અને અવાજમાં પણ ફેરફાર જોવા મળે છે.

આવી સ્થિતિમાં તેનાથી છુટકારો મેળવવા માટે લોકો ડોકટર પાસે જતા હોય છે. જોકે તમારે ધ્યાન રાખવું જોઈએ કે વધારે પ્રમાણમાં કેમિકલ યુક્ત ટેબ્લેટ નું સેવન ના કરવું જોઈએ નહિતર તે હાનિકારક સાબિત થાય છે.

જોકે આજે અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છે, જેનાથી તમે આસાનીથી કોઈપણ જાતના ખર્ચ વિના ઘરબેઠા શરદી, ઉધરસ સહિત કફની સમસ્યા દૂર કરી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે આ વાયરલ બીમારીઓથી કેવી રીતે રાહત મેળવો શકાય છે.

જો તમને કફની સમસ્યાને લીધે પરેશાન થઈ ગયા છો તો તમારે આદુને સૌથી પહેલા ગ્રાઇન્ડ કરી લેવું જોઈએ અને પછી તેમાં થોડુંક મધ નાખીને તેને મિક્સ કરી લેવું જોઈએ. હવે તેને બરાબર હલાવીને સેવન કરો. જે કફની સમસ્યા દૂર કરવામાં મદદ કરશે. આ સિવાય પણ તમે ગરમ દૂધ સાથે મધ મિક્સ કરીને પણ ખાઈ શકો છો. જે ખૂબ જ જલદી કફને ઓગાળીને તમને રાહત આપવાનું કામ કરશે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે ડુંગળી પણ કફની સમસ્યા દૂર કરીને તમને રાહત આપી શકે છે. આ માટે સૌથી પહેલા ડુંગળીની ઉપરથી છાલ કાઢી લો અને તેને એક ગ્રાઇન્ડર મશીનમાં નાખીને ગ્રાઇન્ડ કરી લો. હવે તેમાં લીંબુનો રસ ઉમેરો. ત્યારબાદ અંતે તેમાં મધ મિક્સ કરીને તેને ચાટવાથી ગાળામાં જામી ગયેલો કફ બહાર નીકળી જાય છે અને ગળું એકદમ સાફ થઈ જાય છે.

આજ સુધી તમે લીંબુનો વિવિધ રીતે ઉપયોગ કર્યો હશે પંરતુ તમારે જાણવું જોઈએ કે લીંબુમાં સાઇટ્રિક એસિડ મળી આવે છે. જે ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે કામ કરે છે. આજ ક્રમમાં તેનાથી કફની સમસ્યા દૂર કરી શકાય છે. આ માટે સૌથી પહેલા એક બ્લેક ટી બનાવો અને તેમાં લીંબુ નો રસ અને મધ મિક્સ કરીને એક ચા બનાવી લેવું જોઈએ. જેના સેવન માત્રથી તમારી સમસ્યા દૂર થઈ જશે.

લસણ અને તુલસી :- સામાન્ય રીતે લસણનો ઉપયોગ દરેક ઘરમાં ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. જોકે તમારે જાણવું જોઈએ કે લસણમાં એવા ગુણધર્મો મળી આવે છે, જે કફની સમસ્યા દૂર કરવા માટે કામ કરે છે. આ માટે સૌથી પહેલા લસણને ગ્રાઇન્ડ કરીને એક પેસ્ટ બનાવી લો. હવે તેમાં થોડાક તુલસીના પાન ઉમેરીને સેવન કરો. જેનાથી કફની સમસ્યા દૂર થઈ જશે અને તમને આરામ મળશે.

હળદર :- હળદર એક એવો મસાલો છે, જેનો ઉપયોગ ઘણા લાંબા સમયથી આયુર્વેદમાં કરવામાં આવે છે. આજ ક્રમમાં તેનો ઉપયોગ કરીને કફની સમસ્યા દૂર કરી શકાય છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા દૂધમાં થોડીક હળદર અને કાળા મરી ઉમેરી લો. ત્યારબાદ તેને ગરમ કરો અને મધ મિક્સ કરો. હવે જ્યારે તે નવશેકું થાય ત્યારે સેવન કરવાથી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *