સામાન્ય રીતે ગળાનો ઉપયોગ અનેક બીમારીઓ દૂર કરવા માટે થાય છે. તેનો સ્વાદ ભલે કડવો હોય પંરતુ તેના ઔષધીય ગુણો કોઈ દવા કરતા ઓછાં નથી. તે મોટેભાગે લીમડાના ઝાડ પર વેલા સ્વરૂપે ચઢે છે. જેને તમે નીચે ઉતારીને તેનો ઉપયોગ કરી શકો છો.
તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ગળાને તોડીને ઘરે લાવો અને પછી સુડીની મદદથી તેને નાના કટકા કરી લો. હવે તેને છાયડામાં સૂકવી લો અને જ્યારે તે યોગ્ય રીતે સુકાઈ જાય ત્યારે તેનો તમે ઉપયોગ કરી શકો છો.
આ માટે તેને નાના કટકા માં વિભાજીત કરીને તેને ગ્રાઇન્ડ કરીને ચૂર્ણ બનાવી લો. હવે દરરોજ સવારે પાણી સાથે સેવન કરવું પડશે. જો તમને ઘણા દિવસથી કોઇ જૂનો તાવ પરેશાન કરી રહ્યો છે તો તમારે સૌથી પહેલા મધ સાથે આ ચૂર્ણને દિવસમાં બે વખત મિક્સ કરીને ચાટી લેવું જોઈએ.
આ સાથે તમે ડાયાબિટીસ નો શિકાર બની ગયા છો તો તમારે પાણી સાથે ચૂર્ણ મિક્સ કરીને તેને દિવસમાં એક વખત તેનું સેવન કરવું જોઈએ. જોકે યાદ રાખો કે તેનો શુદ્ધ મધ સાથે ઉપયોગ કરવો જોઈએ. કારણ કે મધ શુદ્ધ ના હોય તો તમને કોઈ લાભ થશે નહીં.
આ સિવાય જો તમે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા ગળાનું ચૂર્ણ લઈને તેને આમળા પાવડર અને હળદર સાથે મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ.
તેનાથી તમે કોઈ વાયરલ બીમારીનો શિકાર બની શકશો નહીં. જો તમે ક્ષય નો શિકાર બની ગયા છો તો તમારે દૂધ સાથે ગળાનું ચૂર્ણ લેવું જોઈએ. તેનાથી તમને આરામ મળી શકે છે.
જ્યારે તમે ડાયાબીટીસ ની સમસ્યામાં ગળાનો ઉપયોગ કરો છો તો તેનાથી બ્લડ સુગર લેવલ ઓછું થઈ જાય છે અને તમારા શરીરમાં ઇન્સ્યુલીન લેવલ વધારવા માટે કામ કરે છે. જેનાથી ડાયાબીટીસ જેવી સમસ્યાઓ થઇ શકતી નથી.
આ સિવાય ગળાનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. જેના લીધે તમને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી ઇન્ફેક્શન ધરાવતી બીમારીઓ થઇ શકતી નથી. કારણ કે ગળો ઔષધીય ગુણોનો ખજાનો છે.
જો તમે ગળાનું સેવન કરો છો અથવા તેનો લેપ લગાવો છો તો તમને સંધિવા અને ગઠીયા વા જેવી સમસ્યાઓ થઇ શકતી નથી. આ સાથે જો તમે દિવસમાં એક વખત પાણી સાથે સેવન કરો છો તો તેમાં એન્ટી તત્વો હોય છે, જે પગનો દુઃખાવો અને સોજો દૂર કરવામાં પણ મદદ કરે છે.
જો તમને વારંવાર આંખમાં આંજણી થવી, આંખો નબળી પડી ગઈ હોય, મોતિયો જેવી સમસ્યા થઇ હોય તો પણ તમે ગળા નો ઉપયોગ કરી શનિ છો. તેનાથી તમને આરામ મળે છે અને આંખોની રોશનીમાં પણ વધારો થાય છે.
જો તમે શારીરિક સંબંધ સાથે જોડાયેલ સમસ્યાઓ જેમ કે યૌન શક્તિની બીમારી, શારીરિક નબળાઈ વગેરેનો સામનો કરી રહ્યા છો તો પણ ગળાનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને આરામ મળશે. જો તમારા ચહેરા પર સમય પહેલા કરચલીઓ પડી ગઈ હોય અને ચહેરો નિસ્તેજ બની ગયો હોય તો પણ તમે આ ખાસ ચૂર્ણ ને પાણી સાથે લઈ શકો છો.
જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.