સામાન્ય રીતે આપણા શરીરનો દરેક અંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેને ચલાવવા માટે આપણને પોષક તત્વોની જરૂર હોય છે. જે આપણે ખોરાક દ્વારા મેળવી શકીએ છીએ. આ સાથે આપણા શરીરમાં થતી તમામ ગતિવિધિ એકદમ યોગ્ય છે.
જેમ કે ભૂખ લાગવી, તરસ લાગવી, ઝાડા થવા, પેશાબ કરવો, ઉલ્ટી થવી વગેરે.. પંરતુ ઘણી વખત આપણે કામમાં વ્યસ્ત હોવાને લીધે આ બધી જ વસ્તુઓને ઘણા સમય સુધી રોકી રાખે છે. જેનાથી વ્યક્તિ અનેક બિમારીઓનો શિકાર બની જાય છે.
આપણામાંથી ઘણા લોકો પેશાબને વ્યસ્ત હોવાને લીધે પેશાબને રોકી રાખતા હોય છે. જોકે તમારી આ ટેવ તમને ઘણી વખત મુશ્કેલીઓમાં મૂકી શકે છે. કારણ કે તેનાથી તમારી કિડનીને તો નુકસાન થાય જ છે પંરતુ સાથે સાથે અનેક બીમારીઓ થવાનો પણ ભય રહે છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને પેશાબને રોકી રાખવાથી કયા નુકસાન થાય છે, તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
જ્યારે તમે લાંબા સમય સુધી પેશાબને રોકી રાખો છો ત્યારે તમારા શરીરમાં એક પ્રકારનું દબાણ વધી જાય છે. જે વ્યક્તિના પેટમાં દુખાવાનું કારણ બને છે. આ સાથે કિડની ફેલ થવાની પણ શક્યતા રહે છે. જો તમે લાંબા સમય સુધી પેશાબ રોકી રાખો છો તો તેનાથી એક પ્રકારનો ક્ષાર જમા થાય છે, જે પથરી માટે કારણરૂપ બને છે.
તમે જાણતા હશો કે આપણા શરીરમાં રહેલી બધી જ અશુદ્ધિઓ પેટ દ્વારા બહાર કાઢી શકાય છે અને આવામાં જ્યારે તમે પેશાબ ને રોકી રાખો છો ત્યારે અશુદ્ધિઓ બહાર નીકળી શકતી નથી. જે અનેક બીમારીઓનું કારણ બને છે. વળી તેનાથી પેટ અને કિડનીમાં પણ સંક્રમણના વધે છે.
જ્યારે તમે લાંબા સમય સુધી પેશાબને રોકી રાખો છો ત્યારે પેશાબની નળીમાં એક પ્રકારની બળતરા પેદા થાય છે, જે એકદમ પીડાદાયક હોય છે. જે તમારા શરીરમાં અનેક બીમારીઓને આમંત્રણ આપે છે.
આ સાથે પેશાબના ઉપરના ભાગમાં સંક્રમણ થાય તો ભારે દુઃખાવો થવાનો પણ ભય રહે છે. જો તમે કોઇ સ્ત્રી છો તો તમને માસિક સ્રાવ દરમિયાન ઘણી સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.
આજ ક્રમમાં ઘણા લોકો તો એકથી બે કલાક સુધી સતત પેશાબ રોકી રાખે છે. જે તેમના સ્વાસ્થય માટે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. તેનાથી શરીરમાં અનેક પ્રકારના રોગો થવાનો ભય રહે છે અને શરીરમાં મૂત્રાશય ની ગાંઠ થઇ શકે છે. આ સમસ્યા મહિલાઓમાં વધારે જોવા મળે છે, તેનાથી કિડની પર ભાર પડે છે અને પથરી થવાની શક્યતા રહે છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.