મિત્રો હાલના સમયમાં દરેક વ્યક્તિઓ ના પગે સોજા રહેવાની સમસ્યા રહેતી હોય છે. મિત્રો આજના લેખમાં અમે તમને પગ માં રહેતા સોજા માટે કેટલાક ઘરેલૂ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જે ઘરેલુ ઉપાયો કરવાથી તમે તમારા પગના સોજા માં ખૂબ જ રાહત મેળવી શકો છો.
મિત્રો હાલના સમયમાં આ એક ખૂબ જ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. હાલના સમયમાં દરેક લોકોને આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મિત્રો પગમાં સોજા આવવા ના કારણ ઘણા બધા હોઈ શકે છે. મિત્રો શરીરમાં અમુક પ્રકારની બિમારીના કારણે પણ પગમાં સોજા રહેતા હોય છે.
ઘણી વખત પગમાં સોજા આવવાના કારણો ખૂબ જ સામાન્ય હોય છે. મિત્રો ઘણીવખત શિયાળામાં ઠંડીના કારણે અને નસો ખેંચાવાના કારણે પણ પગમાં સોજો આવવાની સમસ્યા રહેતી હોય છે. આ સિવાય લાંબા સમય સુધી ભારે વજન ઉઠાવવામાં આવે તો પણ આ પ્રકારની સમસ્યા રહેતી હોય છે.
અથવા તો એક જગ્યા ઉપર લાંબા સમય સુધી ઊભા રહેવાથી આ પ્રકારની સમસ્યા રહેતી હોય છે. મિત્રો સોજાના કારણે પગમાં ખૂબ જ દુખાવો થવા લાગે છે. અને ચાલવામાં પણ ખુબ જ તકલીફ પડે છે. પરંતુ આ સમસ્યાને આસાન ઉપાયો કરીને તમે આસાનીથી તેમાંથી રાહત મેળવી શકો છો.
મિત્રો પગના દુખાવા અને સોજામાં રાહત મેળવવા માટે સિંધવ મીઠું ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. મિત્રો સિંધવ મીઠામાં ઘણી પ્રકારના ખનીજ તત્વો હોય છે. જે પગ માં આવેલ સોજાને ઠીક કરવામાં ખૂબ જ કારગર સાબિત થાય છે. મિત્રો આ ઉપાય કરવા માટે ગરમ પાણીમાં થોડું સિંધવ-મીઠું મેળવીને,
તે પાણીમાં કોટનનું કપડું પલાળી ને તે કપડાં વડે પગની માલિશ અને શેક કરવાથી સોજામા રાહત મળે છે. મિત્રો આ ઉપાય દિવસમાં બેથી ત્રણ વાર કરવાથી પગ માં આવતા સોજાની તકલીફ માં ખૂબ જ રાહત મળે છે. મિત્રો આ સિવાય આયુર્વેદમાં જણાવ્યા અનુસાર તમે ધાણા અને ધાણાના બીજ નો પણ ઉપાય કરી શકો છો.
મિત્રો ધાણામાં ખૂબ જ મોટી માત્રામાં પોષક તત્વો વિટામિન અને એસીડ રહેલા હોય છે. મિત્રો ધાણાનું સેવન કરવાથી પેટની ઘણી બધી સમસ્યાઓમાં રાહત મળે છે. પરંતુ મિત્રો ધાણા પગ માં આવતા સોજામાં ખૂબ જ અક્સિર માનવામાં આવે છે. મિત્રો તમને પગમાં સોજા ની સમસ્યા છે,
તો એક ગ્લાસ ગરમ પાણીમાં ત્રણ ચમચી સૂકા ધાણા ઉમેરીને તેને ઉકરવા દેવાનું છે. અડધું પાણી થઇ જાય પછી તેને ઉતારી લેવાનું છે. મિત્રો ત્યારબાદ તેને ગાળીને તેમાં એક ચમચી શુદ્ધ મધ ઉમેરીને તેનું નિયમિત રીતે સેવન કરવાથી પગના સોજા માં ખૂબ જ રાહત મળે છે. મિત્રો ઓલિવ ઓઈલ પણ પગ માં આવતા સોજા માટે ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે.
મિત્રો આ ઉપાય કરવા માટે તમારે ઓલિવ ઓઈલમાં 3 થી 4 લસણની કળી શેકી લેવાની છે. મિત્રો ત્યાર બાદ તમારે આ તેલમાંથી લસણની કળી અલગ કરી દેવાની છે. ત્યાર બાદ તમારે આ તેલ વડે દિવસમાં બેથી ત્રણ વખત સોજા વાળી જગ્યા ઉપર માલિશ કરવાથી પગ માં આવતા સોજામાં રાહત મળે છે.
મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ખીરા કાકડી અને લીંબુનું પાણી પગ માં આવેલ સોજા માટે રામબાણ ઇલાજ માનવામાં આવે છે. કારણ કે આ બન્ને વસ્તુ માં સોજાને ઓછો કરવાના ગુણધર્મો રહેલા હોય છે.
મિત્રો જે લોકોને પગમાં સોજા ની સમસ્યા રહેતી હોય તેવા લોકોને ખીરા કાકડી અને લીંબુના પાણીનું દિવસમાં જ્યારે પણ તરસ લાગે ત્યારે તેનું સેવન કરવાથી ખૂબ જ રાહત મળે છે.
મિત્રો પગ માં આવેલ સોજાને દૂર કરવા માટે આદુનો ઉપયોગ પણ કરી શકાય છે. મિત્રો નિયમિત રૂપે આદુનું સેવન કરવાથી પગ માં આવેલ સમસ્યા દૂર થાય છે.
અથવા તો આદુના તેલથી સોજા વાળી જગ્યા ઉપર માલિશ કરવાથી તેમાં ખૂબ જ રાહત મળે છે. તો મિત્રો આ પ્રકારના આયુર્વેદિક ઉપચાર કરવાથી પગ માં આવેલા સોજામાંથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.