સામાન્ય રીતે મોઢામાં ચાંદા પડવા એકદમ સામાન્ય છે. જ્યારે મોઢામાં ચાંદા પડતા હોય છે ત્યારે તે દેખાવમાં નાના હોઈ શકે છે પણ તેઓ દુઃખાવો એકદમ અસહ્ય હોય છે. ઘણી વખત તો એવી જગ્યાએ ચાંદા પડી જતાં હોય છે, જેના લીધે ભોજન કરવા સાથે સાથે પાણી પીવામાં પણ તકલીફ પડે છે.
તમને જણાવી દઈએ કે મોઢામાં ચાંદા પેટમાં રહેલી ગરમીના કારણે થાય છે, જેના લીધે ઘણા લોકો તેનાથી રાહત મેળવવા માટે ઠંડકની દવા લેતા હોય છે.
જેનાથી ચાંદાની સમસ્યા તો દૂર થાય છે પણ તેમાં રહેલા ઘટકો પાછળથી નુકસાન પણ પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં તમારે શક્ય હોય ત્યાં સુધી આર્યુવેદિક ઉપચાર કરવો જોઈએ. કારણ કે તેનાથી કોઈ આડઅસર થઇ શકતી નથી.
જો તમે ચાંદાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો સૌથી પહેલા થોડુંક હૂંફાળું પાણી લો તેમાં થોડુંક મીઠું નાખીને તેનાથી કોગળા કરો. આ કરવાથી થોડાક દિવસમાં ચાંદા દૂર થઈ જશે.
આ સાથે તેને ચાંદા પર મધ પણ લગાવી શકો છો. આ ઉપાય ચાર દિવસ સુધી કરવાથી રાહત થઈ શકે છે. તમે બેકિંગ સોડા લઈને તેનાથી કોગળા કરશો તો પણ રાહત થશે.
તુલસીના પાન પણ ચાંદાની સમસ્યા દૂર કરવાની શક્તિ ધરાવે છે. આ માટે સૌથી પહેલા તુલસીના પાનને દરરોજ ચારથી પાંચ ખાવા જોઈએ. આ પછી પાણીનું સેવન કરવું જોઈએ.
આ ઉપાય કરવાથી મોઢાની દુર્ગંધ પણ દૂર થશે અને ચાંદાની સમસ્યા પણ દૂર થઈ શકે છે. આ ઉપાય એકદમ કારગર છે. વળી તુલસીમાં એન્ટી તત્વો હોવાને લીધે તમને કોઈ રોગ પણ થશે નહીં.
લીમડાના પાનની થતા ફાયદાઓ વિશે તો સારી રીતે વાકેફ હશો. તેમાં રહેલા બેક્ટેરિયા વિરોધી તત્ત્વો મોઢાના ચાંદા દૂર કરીને આરામ આપે છે. આ માટે સૌથી પહેલા લીમડાના પાનને પાણીથી સાફ કરીને તેને ચાવવા જોઈએ.
આ સિવાય તમે મધ અને કેળાને ગ્રાઇન્ડ કરીને તેની પેસ્ટ ચાંદા પર લગાવી શકો છો. આનાથી તમને રાહત થશે. આ સાથે જો તમે લીમડાના પાન ચાવી શકતા નથી તો તમે લીમડાના પાનને પાણીમાં મિક્સ કરીને તેનાથી કોગળા કરવા જોઈએ.
જો તમે પાનમાં વપરાતા કાથાનો ઉપયોગ કરો છો તો પણ મોઢાના ચાંદા દૂર કરી શકાય છે. વળી તમે ઈલાયચીનો પાવડર બનાવીને તેમાં મધ મિક્સ કરીને તેને ચાંદા પર લગાવી શકો છો.
આ ઉપાય કરવાથી મોઢાના ચાંદા દૂર થઈ જશે. આ ઉપાય કરવા માટે બેકિંગ સોડા પણ કારગર છે. આ માટે સૌથી પહેલા બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરીને તેનાથી સમસ્યા દૂર થઈ જાય છે.
જો નાના બાળકોને જીભ પર ચાંદા પડી ગયા હોય તો સાકાર સાથે કપૂર મિક્સ કરીને તેને ચાંદા પર લગાવવા જોઈએ. તેનાથી ચાંદાની સમસ્યા દૂર થઈ જાય છે. આ દવા ચાંદાની સમસ્યા માટે કારગર સાબિત થાય છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.