મહિલા અને પુરુષ બંનેએ તેમના આ નાજુક અંગોની કરવી જોઈએ હંમેશા સાફ સફાઈ, નહીંતર બીમારીઓ નહીં છોડે તમારો સાથ.

સામાન્ય રીતે દરરોજ સ્નાન કરવું એ સારા સ્વાસ્થ્યની એક નિશાની છે. આ સાથે આપણી આજુબાજુ સાફ સફાઈ રાખવાની સાથે સાથે શરીરની પણ સ્વચ્છતા રાખવી એકદમ જરૂરી છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે ઘણી વખત આપણે સ્નાન કરતી વખતે અમુક અંગોની સાફ સફાઈ કરવાની ભૂલી જઈએ છીએ, જે આપણા માટે બીમારીનું કારણ બને છે. હકીકતમાં જ્યારે તમે કોઈ અંગની સાફ સફાઈ કરતાં નથી તો તેમાં બેક્ટેરિયા જમા થઈ જાય છે.

જે તમારા માટે બીમારીનું કારણ બની શકે છે. જ્યારે કોઈ અંગને સાફ કરવામાં બેદરકારી કરવામાં આવે તો તેમાં જમા થયેલ ગંદકી ઇન્ફેક્શન નું કારણ બની શકે છે. તો ચાલો આપણે જાણીએ કે એવા કયા અંગો છે, જેની સફાઈ કરવી એકદમ જરૂરી છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

નાભિ :- નાભિ બેક્ટેરિયા ને છુપવા માટે સુરક્ષિત જગ્યા છે. ઘણા લોકો એવા છે કે જેઓ મહિનાઓ સુધી નાભિને સાફ કરતા નથી, જેના લીધે તેના બેક્ટેરિયા જમાં થઇ શકે છે. એક્સપર્ટ લોકો કહે છે કે નાભિમાં બેક્ટેરિયા આસાનીથી છૂપાઈને ઇન્ફેક્શન ફેલાવી શકે છે. તેની પાછળનું કારણ નાભિમાં જમા થતો પરસેવો પણ જવાબદાર છે.

હવે તમે વિચારતા હશો કે નાભિની કેવી રીતે સફાઈ કરવી જોઈએ તો તમને જણાવી દઈએ કે તમારે તેલ લઈને નાભિમાં રેડવું જોઈએ પછી તેને રૂથી સાફ કરી લેવું જોઈએ. આ બાદ તમે પાણીથી નાભિને ધોઈ શકો છો. આવું કરવાથી ઇન્ફેક્શન ફેલાઈ શકશે નહીં.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કાનનો પાછળનો ભાગ :- કાનનો પાછળનો ભાગ પણ કીટાણુઓ ને જમા થવા માટે યોગ્ય સ્થાન માનવામાં આવે છે. આ સ્થાન કર કીટાણુઓ આસાનીથી જમા થઈ શકે છે.

ઘણા લોકો કાનની સફાઈ તો કરે છે પણ તેની પાછળનો ભાગ સાફ કરવાનું ભૂલી જાય છે. જેના કારણે ત્યાં આસાનીથી કીટાણુઓ પોતાનું ઘર બનાવી શકે છે, જે અનેક બીમારીઓ માટે કારણ બને છે.

હિપ્સ અને જાંઘ પરનો વિભાગ :- વ્યાયામ અથવા મહેનત વાળું કામ કરવાથી પરસેવો થાય છે. જે જાંઘ અથવા હિપ્સ વાળા વિસ્તાર પર આવીને જમા થાય છે, કે પાછળથી અનેક બીમારીઓ માટે કારણ બની શકે છે.

આ સાથે આ જગ્યા પર ખંજવાળ પણ આવે છે, જેનાથી વધુ પડતા બેક્ટેરિયા તેની તરફથી આકર્ષિત થઇ શકે છે. આ વિભાગ બહુ સંવેદનશીલ હોય છે, જે અનેક બીમારીઓનું ઘર બનાવે છે.

જીભ :- આપણે બધા બ્રશ તો દરરોજ કરતા હોઇએ છે પંરતુ ક્યાંકને ક્યાંક જીભની સફાઈ કરવાનું ભૂલી જતા હોઈએ છીએ, જે પાછળથી અનેક બીમારીઓનું કારણ બની શકે છે.

કારણ કે જીભ એક એવી જગ્યા છે, જ્યાં બેક્ટેરિયા રહી શકે છે. જેના લીધે ઘણી વખત મોઢામાંથી દુર્ગંધ આવે છે. તેથી હંમેશા મોઢાની યોગ્ય સમયે સફાઈ કરવી એકદમ જરૂરી છે.

નખની નીચેનો ભાગ :- સામાન્ય રીતે આપણે દિવસ દરમિયાન ઘણી વખત હાથ ધોતા હોઈએ છીએ પંરતુ નખના નીચેની ગંદકી સાફ કરવાનું ભૂલી જાય છે.

જેના લીધે અનેક બીમારીઓ ઘર બનાવી લે છે. વળી ભોજન કરતી વખતે આ કીટાણુઓ પેટમાં જાય છે અને અનેક બીમારીઓનું ઘર બનાવે છે. તેથી નખના નીચેના વિભાગને હંમેશા સાફ કરતા રહેવું જોઈએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment