મોઢામાં ચાંદા પડવાની સમસ્યાથી થઇ ગયા છો પરેશાન? તો કરી લો આ નાનો અમથો ઉપાય, બીજા જ દિવસે મળશે રાહત.

મોઢામાં ચાંદા પડવાની સમસ્યા સાંભળવામાં નાની લાગી શકે છે પંરતુ જ્યારે વ્યક્તિ તેનો શિકાર બને છે ત્યારે તેને ઘણા દિવસો સુધી ભૂખ્યું રહેવું પડે છે. હકીકતમાં જ્યારે મોઢામાં ચાંદા પડ્યા હોય છે ત્યારે કંઇપણ ખાઈએ તો મોઢામાં બળતરા થવા લાગે છે. આવી સ્થિતિમાં ઘણી મનપસંદ વસ્તુઓને પણ નાછૂટકે ખાવાથી દૂર રાખવી પડે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હવે સવાલ એ ઊભો થાય છે કે મોઢામાં ચાંદા પડવાની સમસ્યા ક્યારે થાય છે? તો તમને કહી દઈએ કે જ્યારે તમે ભોજનમાં ખરાબ વસ્તુ ખાવ છો, પેટમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે, હોર્મોનલ બદલાવ આવે છે,

પીરીયડ દરમિયાન પણ ઘણી વખત મોઢામાં ચાંદા પડવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. મોઢાના ચાંદા ગમે ત્યાં પડે છે. તેઓ જીભ, પેઢા, જીભ વગેરે વિસ્તાર પર વધારે થાય છે. તેનાથી ચા અથવા પાણી પીવામાં પણ તકલીફ સહન કરવી પડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે ડોક્ટરી ઈલાજ કરીને તમે તેનાથી રાહત મેળવી શકો છો. જોકે આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા આડઅસર વિના રાહત મેળવી શકો છો.

મધ :- ઔષધીય ગુણોથી સમૃદ્ધ મધમાં એન્ટી બેક્ટેરિયલ તત્વો હોય છે. જે મોઢાના ચાંદા દૂર કરીને બહુ જલદી આરામ આપવામાં મદદ કરે છે. મધ શરીરને હાઈદ્રેટેડ બનાવીને ચાંદા પડ્યા હોય તે વિસ્તારને સુકાવાથી બચાવે છે, જેના લીધે તમને દુઃખાવો પણ ઓછો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા મધ લઇને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવું જોઈએ. તેનાથી તમને આરામ મળશે. આ સિવાય તમે હળદર સાથે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

સફરજનનો સરકો :- સફરજનનો સરકો મોઢાના ચાંદા દૂર કરવા માટે કામ કરે છે. આ માટે સૌથી પહેલા સફરજનના સરકોમાં પાણી મિક્સ કરીને તેનાથી દરરોજ સવારે અને સાંજે કોગળા કરો. તેનાથી ચાંદાની સમસ્યા ઓછી થશે અને તમને આરામ મળી જશે.

લસણ :- તમને જાણીને આશ્ચર્ય થશે કે લસણ પણ ચાંદાની સમસ્યા દૂર કરી શકે છે. આ માટે સૌથી પહેલા લસણની એક કળી લઈને તેના પરથી ફોતરા દૂર કરો અને તેને ચાંદા પર ઘસો. જેના પછી તેને અડધો કલાક માટે છોડી દો. ત્યારબાદ ઠંડા પાણીથી કોગળા કરી લો. આનાથી તમને રાહત મળશે.

નારિયેળ તેલ :- નારિયેળ તેલ મોઢાના ચાંદા પર આવી ગયેલો સોજો દૂર કરવા માટે કામ કરે છે. તેની અંદર એન્ટી ઇમ્ફ્લેમેટરી તત્વો મળી આવે છે, જે દુખાવાની સમસ્યાને દૂર કરે છે.

નારિયેળ તેલનો ઉપયોગ ચાંદા પર લગાવીને કરી શકાય છે. મોઢાના ચાંદા ની સમસ્યા જલદી દૂર કરવા માટે દિવસમાં તેનો ત્રણથી ચાર વખત ઉપયોગ કરવો જોઈએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment