શરીરમાં ક્યાંય દેખાય આવા લક્ષણો તો આજે જ ચેતી જાજો, નહીંતર કિડની ફેલના બની શકો છો શિકાર.

મિત્રો આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સંકેતો તમને તમારા શરીરમાં જણાય તો કિડની ફેઇલ થવાની શક્યતા રહે છે. મિત્રો શરીરમાં કિડનીની સમસ્યા થતા પહેલા આપણા શરીરમાં અનેક એવા સંકેતો જોવા મળે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આ સંકેતોને ઓળખીને આપણે તેનું નિદાન કરી શકીએ અને સ્વસ્થ રહી શકીએ. અને આ ભયંકર બીમારીમાંથી બચી શકીએ છીએ. તેના વિશે આજના લેખમાં વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો કિડનીની સમસ્યા નો મોટામાં મોટો સંકેત આપણા પેશાબ ઉપર જોવા મળે છે.

જ્યારે આપણો પેશાબ વધુ માત્રામાં થાય, અથવા તો ખૂબ જ ઓછી માત્રામાં થાય, અથવા તો પેશાબ માં બળતરા થવા લાગે. આ સિવાય પેશાબ ઘાટા પીળા રંગનો આવે. મિત્રો આવા સંકેતો પેશાબને લગતા આપણને દેખાય તો કિડનીની સમસ્યા હોઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો કિડનીનું કાર્ય આપણા શરીરમાં રહેલા ઝેરી તત્વો અને ટોક્સિનને બહાર કાઢવાનું છે. મિત્રો જ્યારે કિડનીમાં કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન જોવા મળે અથવા તો કોઈપણ પ્રકારની સમસ્યા કિડનીમાં જોવા મળે તો કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો જોવા મળે છે. અને કિડની આપણા શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર કાઢી શકતી નથી.

અને તેના લીધે આપણા શરીરમાં ઝેરી તત્વો અને વધારાના ટોક્સિન નો ભરાવો થાય છે. મિત્રો આ વધારાના ઝેરી તત્વો અને વધારાનો ટોક્સીન શરીરમાં જમા થવાથી શરીરમાં સોજા ચડવા ની સમસ્યા વધારે રહે છે. મિત્રો તમારા શરીરમાં આ પ્રકારના અચાનકથી સોજા જણાય તો તે કિડની ફેલ થવાના સંકેત માનવામાં આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો અચાનક શરીરનું વજન વધી જાય અથવા તો અચાનક શરીરનું વજન ઘટી જાય તો આ પણ એક કિડની ફેલ થવાનો સંકેત માનવામાં આવે છે. મિત્રો જ્યારે કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. ત્યારે શરીરના વજનમાં પણ ઘટાડો જોવા મળે છે. મિત્રો કિડની આપણા શરીરમાં એક હોર્મોન ઉત્પન્ન કરે છે,

અને આ હોર્મોન્સ આપણા શરીરમાં લોહીના રક્તકણોની બનાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. જ્યારે કિડનીમાં કોઇ ખરાબી આવે છે. ત્યારે આ હોર્મોન્સ માં ફેરફાર જોવા મળે છે. જેના લીધે આપણા શરીરમાં રક્તકણોની કમી ઊભી થઈ શકે છે. મિત્રો શરીરમાં રક્તકણોની ઊણપ ઊભી થવાને કારણે શરીરમાં કમજોરી અને થાકનો અનુભવ થાય છે.

મિત્રો કિડનીમાં ચેપ લાગવાથી રક્તકણો માં ઘટાડો જોવા મળે છે. શરીરમાં રક્તકણોની ઊણપના કારણે મગજને પૂરતા પ્રમાણમાં લોહી મળતું નથી. અને તેના લીધે ચક્કર આવવાની સમસ્યા રહેતી હોય છે. મિત્રો ચક્કર આવવાની સમસ્યા પણ કિડની ખરાબ થવાનો સંકેત હોઈ શકે છે.

મિત્રો લાંબા સમયથી પીઠ અને પડખામાં દુખાવો થવો એ પણ એક કિડની ની ખરાબી નો સંકેત માનવામાં આવે છે. મિત્રો ઘણા લોકોને ગરમીની સિઝનમાં પણ દિવસે ઠંડી લાગવાની સમસ્યા રહેતી હોય છે. મિત્રો આ પણ એક કિડની ખરાબ થવાનો સંકેત માનવામાં આવે છે.

મિત્રો કિડનીની સમસ્યા ને કારણે આપણું લોહી શુદ્ધ થતું નથી. અને લોહી શુદ્ધ ન થવાને કારણે અનેક પ્રકારના ચામડીના રોગો થવાની શક્યતા રહેલી હોય છે. તો આવા સંકેતો પણ કિડની ખરાબ હોવાના માનવામાં આવે છે. મિત્રો આ પ્રકારના સંકેતો તમને જણાય તો આ સંકેતો કિડની ખરાબ થવાના સંકેત માનવામાં આવે છે.

તો મિત્રો તમને પણ તમારા શરીરમાં આ પ્રકારના સંકેતો જોવા મળે તો તમારે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ખુબ જ વધુ માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ. કમ સે કમ દિવસમાં 10 થી 12 ગ્લાસ એટલું પાણી પીવું. આવું કરવાથી કિડનીની સમસ્યા માં રાહત મળશે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment