સામાન્ય રીતે આપણા શરીરમાં વિટામિન ઇની પૂરતી માત્રા હોવી ખૂબ જ જરૂરી છે. જો કોઈ વ્યક્તિના શરીરમાં તેની કમી વર્તાય છે તો તેને વાળ અને સ્કિન સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડે છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને વિટામિન ઇના લાભ અને તેને કેવી રીતે વધારી શકાય છે, તેના વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ.
તમને જણાવી દઈએ કે તમે વિટામિન ઈની કમી પૂર્ણ કરવા માટે મેડિકલ સ્ટોર માંથી વિટામિન ઈ ની ટેબ્લેટ લઈ શકો છો. જેમાં બે પ્રકાર આવે છે. જે પૈકી એક 400mg ની ટેબ્લેટ આવે છે, જ્યારે બીજી ટેબ્લેટ 800mg ની આવે છે.
જોકે જો તમે યોગ્ય લાભ મેળવવા માંગતા હોવ તો તમારે નાની ટેબ્લેટ નો ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો આપણે તેનાથી થતા ફાયદાઓ વિશે જાણીએ.
જો તમારા ચહેરા પર ડાઘ પડી ગયા છે અને ઘણી મહેનત કર્યા પછી દૂર થવાનું નામ લઈ રહ્યા નથી તો તમારે સૌથી પહેલા એલોવેરા જેલ અને આ વિટામિન ઈ ની ટેબ્લેટ માંથી પ્રવાહી કાઢીને બરાબર મિક્સ કરી લેવું જોઈએ. ત્યારપછી તેને ચહેરા પર મસાજની રીતે લગાવવાથી તમારો ચહેરો એકદમ સ્પષ્ટ બની જશે.
જો તમારા વાળ નિસ્તેજ બની ગયા છે. તે સમય સાથે ખરી રહ્યા છે અને તેની ચમક પણ ઓછી થઈ ગઈ છે, તો તમારે વિટામિન ઈની કેપ્સ્યુલ નો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં તેમાં એવા ગુણો મળી આવે છે, જે વાળને લાંબા, ચમકદાર અને મજબૂત બનાવે છે.
આ માટે સૌથી પહેલા વિટામિન ઈની કેપ્સ્યુલ લઈને તેમાંથી પ્રવાહી કાઢો અને તેને દહીં અને નારિયેળ તેલમાં મિક્સ કરી લો. જેના પછી તેને માથામાં લગાવવાથી તમને ફટાફટ પરિણામ મળશે.
જો તમે કોમ્પ્યુટર અથવા મોબાઇલ સ્ક્રીન આગળ વધારે સમય પસાર કરો છો તો તમારે સૌથી પહેલા વિટામિન ઈ ના કેપ્સ્યુલ ને બદામ બદામ મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવી જોઈએ, ત્યારપછી તેને આંખોના નીચેના વિભાગ પર લગાવવાથી તેની કાળાશ દૂર થઈ જાય છે અને ડાર્ક સર્કલ પણ દેખાતા નથી.
જો તમારા ચેહરા પર કચરો જામી ગયો છે અને ચહેરો એકદમ શ્યામ દેખાય છે તો તમારે સૌથી પહેલા વિટામિન ઇ ની કેપ્સ્યુલને કોફી પાવડર સાથે મિક્સ કરીને તેને ચહેરા પર થોડોક સમય સુધી ઘસવાથી તમારો ચહેરો એકદમ સુંદર બની જશે. આ સાથે તેની ડાર્કનેસ પણ દૂર થઈ જશે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.