સામાન્ય રીતે આજ સુધી તમે ઘણી વખત કોળાનો ઉપયોગ કર્યો હશે. જે દેખાવમાં ભલે સામાન્ય દેખાતું હોય પંરતુ તેના ઔષધીય ગુણો કોઈ દવા કરતા ઓછાં નથી. આ સાથે તમને એ પણ કહી દઈએ કે કોળાની અંદર મળી આવતા બીજ પણ ઔષધીય ગુણોની ખાણ છે.
હકીકતમાં આ બીજમાં વિટામિન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, કોપર, જસત, આયર્ન તથા પ્રોટીન મળી છે. આ સાથે તેમાં પૂરતા પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ તત્વો મળી આવે છે.
રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરીને તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે કામ કરે છે. તમે તેનો ઉપયોગ સલાડ, ચટણી અથવા શાકભાજી તરીકે કરી શકો છો. હવે ચાલો આપણે જાણીએ કે કોળાના બીજ આપણને કેવી રીતે લાભ આપી શકે છે.
તમને જણાવી દઈએ કે કોળાના બીજમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. જેના લીધે તમને વિવિધ પ્રકારના સોજો, હાથ પગનો દુઃખાવો, સંધિવા વગેરેમાં રાહત આપવાનું કામ કરે છે.
આ માટે તમે કોળાના બીજને સીધા ખાઈ શકો છો અથવા તેને તમે તેલ કાઢીને અસરગ્રસ્ત વિસ્તારોની માલિશ કરી શકો છો. જેનાથી તમારો દુઃખાવો દૂર થઈ જશે.
જો તમે આખો દિવસ ભાગદોડભરી જિંદગીથી કંટાળી ગયા છો અથવા તમને થાક, ઊર્જાનો અભાવ, ચિંતા, હતાશા વગેરે થઇ રહી છે તો તમારે કોળાના બીજને શામેલ કરવા જોઈએ. હકીકતમાં તેમાં ટ્રિપ્ટોફેન, એમિનો એસિડ મળી છે, કે સ્ટ્રેસ લેવલ ઓછું કરીને તમને ઊર્જા આપે છે. જેનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે.
જો તમે હાડકાં સાથે જોડાયેલ કોઈ બીમારીનો શિકાર બની ગયા છો અને તેનાથી રાહત મળી રહી નથી તો તમારે કોળાના બીજનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે. જે હાડકાને મજબૂત બનાવીને શરીરને શક્તિ પૂરી પાડે છે.
જો તમે ભોજનમાં કોળાના બીજને શામેલ કરો છો તેનાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય છે. જેના લીધે તમને હાર્ટ એટેક, હાર્ટ સ્ટોક, માઇગ્રેન, નસ બ્લોકેઝ, હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
જો તમે ડાયાબીટીસ નો શિકાર બની ગયા છો તો પણ કોળાના બીજ ઉપયોગી થઇ શકે છે. આ માટે તમારે ખાલી કોળાના બીજને ભોજનમાં શામેલ કરવા પડશે. તેનાથી બ્લડ સુગર લેવલ ઓછું થઈ જાય છે. જે ડાયાબીટીસ ને કાબૂમાં રાખવા માટે કામ કરે છે.
જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.