આજના સમયમાં અનીમિયત ભોજનને લીધે ઘણા લોકો હરસ, મસા અને ભગંદરનો શિકાર બની ગયા છે. જોકે જ્યારે તમે આ રોગ લઈને ડોકટર પાસે જાવ છો તો તેઓ ઓપરેશન કરવાની વાત કરે છે
પંરતુ જો તમને ઓપરેશન વગર હરસ અને મસાથી છૂટકારો મેળવવા માંગો છો તો તમારે તેનાથી રાહત મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાય કરવા જોઈએ. જે તમારી સમસ્યા દૂર કરવા માટે કારગર સાબિત થઈ શકે છે.
જો તમે કાળા તલને સાકાર સાથે મિક્સ કરીને ખાવ છો તો તમારી સમસ્યા દૂર થઈ શકે છે. આ સાથે સૂંઠનો પાવડર બનાવીને છાશ સાથે લેવામાં આવે તો પણ હરસ, મસા અને ભગંદરની સમસ્યા દૂર કરી શકાય છે.
જો તમે કોથમીર ને આખી રાત પલાળી રાખો છો અને સવારે ખાલી પેટે તે પાણીનું સેવન કરી લે છે તો મસા દૂર થવાની શક્યતા છે. આ સાથે સૂકા હરસ ની સમસ્યા થઈ હોય તો તમારે છાશ માં ગોળ નાખીને તેનું સેવન કરવું જોઈએ. જે તમારી સમસ્યા દૂર કરે છે અને લોહી વહેવાની સમસ્યા પણ થઇ શકતી નથી.
જો તમે કારેલાનો રસ અને સાકરને મિક્સ કરીને ખાવ છો તો તે સ્વાદમાં કડવું લાગી શકે છે પણ તમારી સમસ્યા દૂર કરવા માટે કારગર સાબિત થઈ શકે છે. જો તમે દરરોજ શેકેલા ચણાને ગરમ ગરમ ખાવાની ટેવ પાડો છો તો તમારી સમસ્યા દૂર થઈ શકે છે.
આ સિવાય તમે ધાણા અને ખાંડ બંન્ને મિક્સ કરીને પણ ખાઈ શકો છો. જો તમે હળદર ને પાણી સાથે મિક્સ કરીને રાતે સેવન કરો છો તો સમસ્યા દૂર થઈ શકે છે અને લોહી પણ આવતું હોય તો તે બંધ થઈ જાય છે. જીરું ને શેકીને કાળા મરી તથા સેંધા મીઠું સાથે લેવલ આવે તો સમસ્યા દૂર થઇ શકે છે.
જીરું, સૂંઠ અને સિંધવ મીઠું મિક્સ કરીને દહીં સાથે લેવામાં આવે તો સમસ્યા દૂર થઇ શકે છે. તમે હરસ અને મસા ની સમસ્યામાં કોકમની ચટણી અને દહીંની મલાઈ સાથે સેવન કરો છો તો લોહી વહેવાની સમસ્યા નો સામનો કરવો પડતો નથી.
જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.