આરોગ્ય

કિડની ખરાબ થતાં પહેલાં શરીરમાં મળવા લાગે છે આ ખાસ સંકેત, જો સમયસર સમજી લીધા તો બચી જશે જીવ.

સામાન્ય રીતે કુદરત દ્વારા આપણા શરીરની રચના એવી રીતે કરી છે કે કોઈપણ રોગ થતા પહેલા તેના સંકેત આપણને કેટલાક અંગોમાં ફેરફાર દ્વારા મળે છે. હા, જ્યારે પણ શરીરમાં કોઈ મોટો રોગ થતો હોય છે ત્યારે તેના વિશેની બધી જ માહિતી કેટલાક સંકેત દ્વારા મળી જાય છે. જો કોઈ વ્યક્તિ આ સંકેત ને ઓળખી લે છે તો તેને કોઈપણ ગંભીર બીમારી થતા પહેલા શરૂઆતી સ્ટેજમાં બચાવી શકાય છે.

આવું જ એક અંગ કિડની છે, જે દરેક વસ્તુને ફિલ્ટર કરવાનું કામ કરે છે અને અશુદ્ધિ સ્વરૂપ દરેક વસ્તુને બહાર કાઢવાનું કામ કરે છે. જો તેમાં સહેજ પણ ખરાબી આવી જાય તો વ્યક્તિને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે અને ઘણી વખત તો જીવ જવાનું પણ જોખમ રહે છે.

જોકે બીજા રોગોની જેમ કિડની ફેલ થયા પહેલા પણ કેટલાક સંકેતો દેખાવા મળે છે અને જો કોઈ વ્યક્તિ આ સંકેતને ઓળખી લે છે તો તે વ્યક્તિને કિડની ફેલ થતા બચાવી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે આ સંકેત કયા કયા છે.

જ્યારે કોઈ વ્યક્તિને કિડની રોગ થાય છે ત્યારે કિડની અશુદ્ધિ દૂર કરી શકતી નથી, જેના લીધે પેટમાં ઝેરનું પ્રમાણ વધે છે. જેનાથી તેની સીધી અસર વ્યક્તિની ત્વચા પર પડે છે. હા, વ્યક્તિની ત્વચા શુષ્ક, ખંજવાળ યુક્ત, ફાટી જવી વગેરે જેવી સમસ્યાઓ થવા લાગે તો સમજી લેવું જોઈએ કે કિડની રોગ થવાની શરૂઆત થઈ છે.

જો તમારી ત્વચા નો રંગ એકદમ સફેદ થઈ જાય છે, તેના પર વધારે ખંજવાળ આવે છે, ખેંચાણ જેવી સમસ્યાઓ થાય છે, સ્પર્શ માત્રથી લોહી નીકળવા લાગે છે વગેરે જેવી સમસ્યાઓ થઇ રહી છે તો તમારે કિડની રોગ થવાની શક્યતા વધી જાય છે.

ત્વચાની સાથે સાથે કિડની રોગ થવા પર તેની અસર નખ ઉપર પણ જોવા મળે છે. જો તમારા નખ પર અચાનક ફોલ્લીઓ થઈ જાય છે, વારંવાર નખ તૂટી રહ્યા છે, તેનો રંગ બદલાઈ જાય છે, નખ પર એક વિશેષ પ્રકારની લીટી બની જાય છે વગેરે જેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે કિડની રોગનો સંકેત સમજવો જોઈએ અને યોગ્ય ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

આ સિવાય ઘણી વખત હાથ પગ અને ચહેરા પર સોજા આવી જતા હોય છે પંરતુ તમને જણાવી દઈએ કે જ્યારે તમારે કિડની યોગ્ય રીતે કામ કરી શકતી નથી ત્યારે પેટમાં ઝેર જમા થવા લાગે છે. જેનાથી સોજા આવવાની સમસ્યા થાય છે. તેની તેની અવગણના કર્યા વગર ડોકટર સાથે વાત કરવી જોઈએ.

જો તમને ચર્મ રોગ નથી અને અચાનક ત્વચા પર ફોલ્લીઓ દેખાય છે અને ત્વચા એકદમ અસ્પષ્ટ થઈ જાય છે તો તે પણ કિડની સબંધિત રોગ હોઈ શકે છે અને તમારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *