ઘરેલું ઉપચાર

હવે પાર્લરમાં પૈસા ખર્ચ કરવાને બદલે આ વસ્તુના લોટથી કરો વાંકડિયા વાળને સીધા, મળી જશે એકદમ લાંબા, ચમકદાર અને મજબૂત વાળ.

આજના સમયમાં દરેક મહિલા પોતાની સુંદરતાનું ખૂબ ધ્યાન રાખે છે કોઈક પોતાના વાળને લઈને ખુબ ગંભીર હોય છે તો કોઈ ચહેરાને ચમકદાર બનાવવા માટે મહેનત કરી રહ્યું છે.

આજે દરેક વ્યક્તિ સુંદર દેખાવવા માંગે છે અને આ ઈચ્છાને લીધે લોકો પાર્લરમાં મસમોટા ખર્ચ કરવામાં પણ ગભરાતા નથી. જોકે તમારે જાણવું જોઈએ કે પાર્લરમાં વાપરવામાં આવતી વસ્તુઓ કેમિકલ યુક્ત હોય છે, જે તેમને આડઅસર કરી શકે છે.

તમે ધ્યાન આપ્યું હોય તો મહિલાઓ માં વાળ સ્ટ્રેટ કરાવવાની એક ફેશન આવી ગઈ છે, જેના માટે તે ઘણી વખત પાર્લર જતી હોય છે. જોકે તમારે ધ્યાન આપવું જોઇએ કે તમે ઘરેલુ ઉપાય અપનાવીને પણ વાળને સીધા બનાવી શકો છો અને આજે અમે તમને આ ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

સામગ્રી :- 2 કપ ચોખા નો લોટ, 1 ઇંડા, 3 ચમચી મધ, 1 કપ દૂધ, 1 1/2 કપ મલ્તાની મીટ્ટી, 3 ચમચી ગુલાબજળ

બનાવવાની રીત :- વાળને એકદમ સીધા બનાવવા માટે આપણે હેરપેકની જરૂર પડશે. આ માટે સૌથી પહેલા એક બાઉલ લઈને તેમાં ચોખાનો લોટ અને મુલતાની મિટ્ટી મિક્સ કરી દો. ત્યારબાદ તેમાં થોડુંક દૂધ ઉમેરો. હવે જુવો કે પેસ્ટ ઘટ્ટ થઈ છે કે નહી. જો ના થઇ હોય તો તેમાં ગુલાબજળ અને ઊંડા ઉમેરીને બરાબર હલાવી દો.

હવે આ પેસ્ટને તમારા વાળમાં ઉપરથી લઈને છેડા સુધી બધી જ જગ્યાએ લાગવી દો. જોકે યાદ રાખો કે આ પેસ્ટ લગાવતી વખતે તમારે કાંસકો કરતા રહેવું પડશે.

હવે વાળને બરાબર સૂકવી દેવા દો અને જ્યારે વાળ સુકાઈ જાય ત્યારે આગળની પદ્ધતિ નો અમલ કરો.

હવે એક બાઉલ લઈને તેમાં ગુલાબજળ અને મધ સમાન પ્રમાણમાં મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. ત્યારબાદ તેને પણ વાળમાં સમાન પ્રમાણમાં લગાવી દો. હવે તમારા વાળને ધોઈ નાખો. આ ઉપાય કરવાથી તમારા વાળ એકદમ સીધા બની જશે અને તમારો પાર્લર જવાનો ખર્ચ પણ વધી જશે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *