સામાન્ય રીતે આજકાલ દરેક વસ્તુની કોપી કરવામાં આવી રહી છે. જેમાંથી કેટલીક વસ્તુઓ તો એવી છે કે જેની કોપી કરીને લોકો ઘણા પૈસા કમાઈ લેતા હોય છે.
વળી તેનાથી લોકોને ખબર પણ પડતી નથી કે વસ્તુ અસલી છે કે નકલી? આવી જ એક વસ્તુ ચોખા છે. તમને જાણીને આશ્ચર્ય કે આ બનાવટી ચોખા ચાઇના માંથી લાવવામાં આવે છે.
આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવું જોઈએ અને બનાવટી ચોખાની ઓળખ કરવી જોઈએ. કારણ કે જો તમે ભૂલથી બનાવટી ચોખા ખાવ છો તો તેનાથી તમારું સ્વાસ્થય જોખમમાં મુકાઇ શકે છે.
તમને જણાવી દઈએ કે નકલી અને અસલી ચોખાનો ભેદ કરવો એકદમ મુશ્કેલ છે. કારણ કે જ્યારે તેને રાંધી દેવામાં આવ્યા પછી પણ તેના વિશે ખબર પડી શકતી નથી.
તો આજે અમે તમને નકલી અને અસલી ચોખાનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે આસાનીથી નક્કી અને અસલી ચોખાની પરખ કરી શકશો.
જ્યારે તમે ચોખાની ખરીદી કરવા જાવ છો ત્યારે તમારે ચોખાની પરખ કરવા માટે સૌથી પહેલા ચોખા લઈને તેને પાણીમાં ડુબાવવા જોઈએ. જો ચોખા પાણીમાં ડૂબી જાય છે તો સમજી લો કે આ ચોખા નકલી છે. આ સાથે જો તે પાણીમાં તરતા રહે છે તો તે વાસ્તવિક ચોખા છે.
જ્યારે તમે ચોખાને પાણીમાં પલાળો છો ત્યારે વિશેષ પ્રકારની ગંધ આવે છે તો સમજી લો કે આ ચોખા નકલી છે. કારણ કે વાસ્તવિક ચોખા માંથી ક્યારેય સુંગધ આવતી નથી.
આ સિવાય બનાવટી અને વાસ્તવિક ચોખાનો ભેદ પાડવા માટે સૌથી પહેલા એ વાત યાદ રાખો કે જો ચોખા નકલી હશે તો તે તે જલદી બફાઈ જશે નહી અને થોડાક કાચા રહેશે. આ સિવાય તે બફાઈ જાય ત્યારે તેનો દડો બનાવી લો અને તેને નીચે પછાડો, ત્યારે જો તે ઉલળે તો સમજી લો કે ચોખા નકલી છે.
આ સિવાય નકલી ચોખા વાસ્તવિક ચોખા કરતા વધારે ચમકદાર હોય છે અને તેને ઘસ્યા પછી પણ ચમક ગુમાવી શકતા નથી. જો તમારા ઘરમાં પણ આવા ચોખા છે તો સમજી લો કે તે નકલી છે.
જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.