શું તમે પણ કેમિકલ યુક્ત ચાની ભૂકીનો ઉપયોગ કરો છો? તો બની શકો છો અનેક બીમારીનો શિકાર.

આજના સમયમાં દરેક ધંધામાં કાળા બજારી જોવા મળે છે અને હદ તો ત્યારે વધી ગઈ જ્યારે લોકો ભોજનની વસ્તુમાં પણ ભેળસેળ કરીને તેનું વેચાણ કરી રહ્યા છે. જ્યારે તમે આવી ભેળસેળ યુક્ત વસ્તુનું સેવન કરો છો ત્યારે ફાયદા તો દૂરની વાત પણ તમે અનેક બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છો.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હા, ભેળસેળ યુક્ત ખાદ્યપદાર્થ બનાવવા માટે વિવિધ પ્રકારના કેમિકલ નો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે, જે લોકો માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

તમે જાણતા હશો કે થોડાક સમય પહેલા પ્લાસ્ટિક ના ચોખા બજારમાં આવ્યા હતા, જે દેખાવમાં તો અસલી ચોખા જેવા જ દેખાતા હતા પણ તેની પરખ યોગ્ય રીતે ના કરવાને લીધે વ્યક્તિ અનેક રોગોનો શિકાર બની જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજ ક્રમમાં હવે ચા બનાવવા માટે વપરાતી ચાની ભૂકી માં પણ ભેળસેળ આવવા લાગી છે. જો તમે આ ભેળસેળ યુક્ત ચાનું સેવન કરો છો તો તમારે ઘણા ખરાબ પરિણામો ભોગવવા પડે છે.

હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન આવે છે કે આપણે અસલી અને ભેળસેળ યુક્ત ચાની ઓળખ કેવી રીતે કરી શકાય છે? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન આવી રહ્યો છે તો આજે અમે તમને ચાની ઓળખ કરવાના કેટલાક ઉપાય વિશે જણાવીશું. જેનો ઉપયોગ કરીને તમે અસલી અને નકલી ચાને આરામથી ઓળખી શકશો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

1. જો તમને લાગે છે કે તમે લીધેલી ચા ભેળસેળ યુક્ત છે તો તમારે સૌથી પહેલા ચપટી ચાની ભૂકી લઈને તેને હાથમાં બરાબર મસળી લેવી જોઈએ. જો આ કામ કરવાથી ચાની ભુકીનો રંગ હાથ પર પડી જાય છે તો સમજી લો કે ચાની ભૂકીમાં ભેળસેળ કરવામાં આવી છે.

2. આ ઉપાય કરવા માટે સૌથી પહેલા એક પાત્ર લઈને તેમાં થોડીક ખાંડ ઉમેરો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ મિક્સ કરી દો. જેના પછી તેમાં ચાની ભુકિના અમુક દાણા મિક્સ કરો. હવે થોડોક સમય રહેવા દો. આ દરમિયાન જો ચાની ભૂકી કેસરી રંગ ધારણ કરે છે તો સમજી લો ચા માં ભેળસેળ કરવામાં આવી છે.

3. ચા પત્તીની ઓળખ કરવા માટે તમે ટિશ્યુ પેપરનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા એક સાફ ટિશ્યુ પેપર લઈને તેના પર ચા ની ભૂકીના અમુક દાણા મૂકો અને હવે તેમાં થોડુંક પાણી ઉમેરો. ત્યારબાદ તેને તડકામાં સૂકવી લો. આમ કરવાથી જો ટિશ્યુ પેપર પર રંગ આવી જાય છે તો સમજી લો કે ચાની ભુકી ભેળસેળ યુક્ત હોય શકે છે.

4. તમે ચાની ભૂકી ની ઓળખ કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા વાસણમાં ઠંડુ પાણી લો. ત્યારબાદ તેમાં એકાદ ચમચી ચાની ભુકી ઉમેરો. જેના પછી જો તેમાં એક મિનિટ બાદ રંગ આવે છે તો સમજો તેમાં ભેળસેળ છે. જોકે અસલી ભૂકી હશે તો તેમાં તરત જ રંગ આવી જશે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment