જો તમે આ ચાર પ્રકારના જળ બનાવીને પી લેશો તો મસમોટી બીમારીઓનો આવી જશે અંત, આ 30થી વધુ રોગો જડથી થઇ જશે ગાયબ.

આજના આ વિશેષ લેખમાં અમે તમને એવા ચાર પ્રકારના જળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે ઘણી બીમારીઓને દૂર કરવાની શક્તિ ધરાવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

વળી તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી અને તેને ઘરે બનાવવુ એકદમ આસાન છે. તો ચાલો આપણે જાણીએ કે આ ચાર જળ કયા કયા છે અને તેનાથી કયા લાભ થાય છે.

ધાણા જળ :- જો તમારા પેટમાં હંમેશા ગરમી રહે છે અને તેનાથી પિત્ત, એસિડિટી, કબજિયાત જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે ભોજન માં ધાણા જળનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા એક તપેલી લઈને તેમાં થોડુંક પાણી લઈને તેમાં ચપટી ધાણા ઉમેરી લો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ત્યારબાદ તેને ગરમ કરવા માટે મૂકો અને જ્યારે તે અડધું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળી લો. હવે તેને નીચે ઉતારીને બરાબર ઠંડુ થવા દો અને પછી તેનું સેવન કરો.

જીરા જળ :- તમે જીરા જળનો ઉપયોગ કરીને પણ સ્વાસ્થય સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર કરી શકો છો. તેનાથી મેલેરિયા, સ્નાયુઓમાં ખેંચાણ, કબજિયાત, ખાટા ઓડકાર, આંખોમાં દુઃખાવો, વિવિધ પ્રકારના તાવ વગેરેને દૂર કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ માટે સૌથી પહેલા થોડુંક પાણી લઈને તેમાં ચપટીભર જીરું ઉમેરી લો. હવે જ્યારે પાણી ચોથા ભાગનું થઇ જાય ત્યાં સુધી બરાબર ઉકાળી લો. હવે તેને ફિલ્ટર કરીને આ પાણીનું સેવન કરો.

સૂંઠ જળ :- જો તમને શરદી, ઉધરસ, વાયરલ બીમારી, કાયમી દુખાવા, દમ, જૂનામાં જૂનો તાવ જેવી સમસ્યાઓ થઈ રહી છે તો તમે સૂંઠ જળનું સેવન કરીને રાહત મેળવી શકો છો અને તેને બનાવવું પણ એકદમ આસાન છે.

આ માટે સૌથી પહેલા સૂંઠને ગ્રાઇન્ડ કરીને પાવડર સ્વરૂપમાં ફેરવી લો. ત્યારબાદ તેને પાણીમાં મિક્સ કરીને ઉકાળો બની લો. જ્યારે તે બરાબર ઉકળે ત્યારે તેને ગેસ પરથી નીચે ઉતારી લો અને તેનું ઠંડુ થાય ત્યારે સેવન કરો. આ ઉપાય તમારા માટે એકદમ કારગર છે.

જોકે ધ્યાનમાં રાખો કે આ પાણી પિત્ત ની સમસ્યા ધરાવતા લોકોએ પીવું જોઈએ નહીં. કારણ કે તેનાથી સમસ્યાઓમાં વધારો થઈ શકે છે

અજમો જળ :- ઉપર જણાવેલ જળની જેમ જ અજમા જળ પણ તમારા માટે કોઈ દવા કરતા ઓછું નથી. તેનાથી પેટમાં આફરો, વાયુ દોષ, હૃદયની સમસ્યા, પેટના કરમિયા, શરદી વગેરેની સમસ્યા દૂર કરવાની શકિત ધરાવે છે.

આ માટે સૌથી પહેલા અજમાને ગ્રાઇન્ડ કરીને પાણીમાં મિક્સ કરીને બરાબર ઉકાળી લો. હવે તેને ફિલ્ટર કરીને પાણીનું સેવન કરો. જેનાથી તમને ઉપર જણાવેલ બીમારીઓ દૂર કરવામાં મદદ મળશે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment