સામાન્ય રીતે દરેક વ્યક્તિ માટે આંખ શરીરનો એક એવો અંગ છે, જેના વિના સહેજ પણ ચાલી શકે તેમ નથી. કારણ કે આંખ વિના આ રંગીન દુનિયાને જોઈ શકાતી નથી. જોકે આજની દુનિયામાં પ્રદૂષણ યુક્ત જીવન અને કોમ્પ્યુટર સ્કિન પર વધારે સમય પસાર કરવાથી આંખો ખરાબ થઈ રહી છે, જેના લીધે આંખો પર નંબર આવી જાય છે.
આવામાં જો તમે ચશ્મા પહેરતા નથી તો તમને કઈં પણ દેખાતું નથી. આવી સ્થિતિમાં આજના આ વિશેષ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે રાહતનો શ્વાસ લઈ શકો છો.
ગાજરમાં ફોસ્ફરસ, વિટામિન, સી મળી આવે છે. જે આંખના નંબર દૂર કરવામાં મદદ કરે છે. તેને તમે સલાડ સ્વરૂપે અથવા જ્યુસનું સેવન કરી શકો છો. જે આંખોની રોશની વધારવા માટે કામ કરે છે, જેનાથી તમે આંખના નંબર પણ દૂર કરી શકો છો.
જો તમે ત્રિફળાને પાણીમાં મિક્સ કરીને તેને દરરોજ સવારે તેનાથી આંખો ધોઈ નાખવામાં આવે તો તેનાથી આંખોના નંબર દૂર કરી શકાય છે. આ સાથે તાંબાના લોટામાં આખી રાત પાણી પલાળીને તેને સવારે પીવાથી પણ લાભ થાય છે. તેનાથી આંખોના નંબર દૂર કરવામાં મદદ મળે છે.
જો આમળામાંથી બનેલો મુરબ્બો ખાવ છો તો પણ તમને રાહત મળી શકે છે. આ સાથે ગાયના ઘીથી કાનના પાછળના ભાગમાં માલિશ કરો છો તો પણ તમને રાહત મળી શકે છે. જો તમે સાકાર અને જીરુને મિક્સ કરીને તેની એક ચમચી લેવામાં આવે તો તેનાથી આંખના નંબર દૂર થાય છે અને આંખોનો પ્રકાશ પણ વધે છે.
જો તમે કાયમી આંખોના નંબર દૂર કરવા માંગો છો તો તમારે માખણમાં મિશ્રી અમે કાળા મરીનો પાવડર મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી આંખોનો દુખાવો અને નંબર બંને દૂર થઈ જાય છે. આ એકદમ દેશી ઉપાય છે અને તમારે તેને કરવો જ જોઈએ.
જો તમે દરરોજ લીલા શાકભાજી ખાવ છો તો પણ આંખોના નંબર ઓછાં થઈ જાય છે. આ સાથે તનારે ગાજર અને કેળા પણ ખાવા જોઈએ. તેનાથી તમારી મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ જશે અને આંખોમા તેજ આવી જશે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.