આયુર્વેદ

મોટેભાગે બાથરૂમમાં જ કેમ આવે છે હાર્ટ એટેક, જાણો લોકો એવી તો શું ભૂલો કરે છે?

તમે જાણતા જ હશો કે કાર્ડિયાક એરેસ્ટ એટલે કે હાર્ટ એટેક બહુ જટિલ સમસ્યા બની ગઈ છે. એવું કહેવામાં આવે છે કે બિન આરોગ્ય જીવનશૈલી અને ખરાબ ભીજના લીધે હાર્ટ એટેક આવે છે. આ સાથે તમને ખબર જ હશે કે હાર્ટ એટેક મોટાભાગે બાથરૂમમાં સવારની પહોરમાં જ આવે છે.

પંરતુ શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે મોટાભાગે બાથરૂમમાં જ કેમ હાર્ટ એટેક આવે છે? જો તમને આ વિશે ખબર નથી તો આજના આ વિશેષ લેખમાં અમે તમને તેની પાછળ ના કારણ જણાવવા જઈ રહ્યા છીએ. જોકે તેના વિશે જાણતા પહેલા તમારે એ જાણવું જોઈએ કે હાર્ટ એટેક એટલે શું?

જો તમે ખબર હોય તો આપણા શરીરમાં ઓક્સિજન અને લોહી ખૂબ જ જરૂરી છે. કારણ કે લોહી દ્વારા જ ઓકિસજન હૃદય સુધી પહોંચે છે પંરતુ જ્યારે આ ઓક્સિજન માં કોઈ અવરોધ આવે છે તો આ ઓક્સિજન હૃદય સુધી પહોંચી શકતું નથી, જેના લીધે વ્યક્તિને હાર્ટ એટેક આવે છે. હવે ચાલો આપણે જાણીએ કે બાથરૂમમાં જ કેમ હાર્ટ એટેક આવે છે.

પહેલું કારણ :- સવારે આપણું બ્લડ પ્રેશર સામાન્ય કરતા થોડુંક વધારે હોય છે અને જ્યારે તમે સ્નાન કરતી વખતે વધારે ઠંડુ થવા ગરમ પાણી માથામાં રેડો છો તો તમને હાર્ટ એટેક આવી શકે છે.

બીજું કારણ :- જ્યારે ઘણી વખત આપણે ટોયલેટ માં જઈએ છીએ તો ટોયલેટ ના આવે તો આપણે દબાણ કરતા હોઈએ છીએ, જોકે આવું તમારે ના કરવું જોઈએ કારણ કે તેનાથી આપણી હૃદય સુધી પહોંચતી ધમનીઓ સુન્ન થઇ જાય છે અને વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે છે.

ત્રીજું કારણ :- તમે નોંધ લીધી હોય તો તમારા બાથરૂમ નું તાપમાન તમારા ઘરમાં રહેલા તાપમાન કરતા થોડુંક ઓછું હોય છે. જેના લીધે જ્યારે તમે બાથરૂમમાં જાવ છો તો તમારા શરીરમાં લોહી પહોંચાડવા માટે વધારે મહેનત કરવી પડે છે. જેના લીધે હાર્ટ એટેકની સમસ્યા આવી શકે છે.

હાર્ટ એટેક ના લક્ષણ :- સામન્ય રીતે હાર્ટ એટેક આવવા પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ છે. જેમાં છાતીમાં વધારે દુઃખાવો, આખો દિવસ નબળાઈ રહેવી, શ્વાસ લેવામાં તકલીફ અનુભવવી વગેરે… જ્યારે નોંધ લેવી જોઈએ કે ડાયાબીટીસ ના દર્દીઓને તો કોઈ કારણ વિના અચાનક હાર્ટ એટેક આવે છે, જેને સાઇલેન્ટ હાર્ટ એટેક કહે છે.

હાર્ટ એટેક આવે તો બચવા માટે આ કામ કરો :- જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તે વ્યક્તિ સાથે નીચેના ઉપાય કરવા જોઈએ. સૌથી પહેલા તે વ્યક્તિને જમીન પર સુવડાવી દો. હવે તેના શરીર પર રહેલા ફીટ કપડાંને ખુલ્લા કરી દો.

ત્યારબાદ યાદ રાખો કે જ્યારે તે વ્યક્તિને સુવડાવી રહ્યા હોય ત્યારે તેનું માથું થોડીક ઊંચાઈ પર રાખવું જોઈએ. આ સિવાય તમે થોડીકવાર માટે તેના હાથ પગની માલિશ પણ કરી શકો છો. આ સાથે સૌથી પહેલા એમબ્યુલેન્સ ને કોલ કરો.

જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *