સામાન્ય રીતે આજે દરેક વ્યક્તિના શરીરના દુખાવાને લઈને પીડાઈ રહ્યો છે. જેના માટે તે દરરોજ અવનવા ઉપાય પણ કરતો રહે છે પણ તેનાથી કોઈ વધારે ફરક પડતો નથી.
આ સાથે ઘણા લોકો આ દુખાવાને અવગણતા હોય છે, જે પાછળથી મોટી બીમારીનું સ્વરૂપ ધારણ કરી લે છે. જે ઘાતક પણ હોઈ શકે છે. આવામાં તમારે તેનો ચોક્કસ ઉપાય શોધી કાઢવો જોઈએ, તે તમારા માટે નુકસાનકારક પણ ના હોય અને તમને આરામ પણ આપી શકે.
જોકે તમને જણાવી દઇએ કે આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ રહેલી છે, જે આપણા શરીરના દુખાવાને દૂર કરવામાં મદદ કરી શકે છે.
આવી સ્થિતિમાં આજના આ વિશેષ લેખમાં અમે તમને એક ચૂર્ણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વિવિધ દુખાવામાં રાહત આપે છે અને વધારામાં તેનું કોઈ નુકસાન પણ નથી. તો ચાલો આપણે આ ચૂર્ણ વિશે જાણીએ અને તેનાથી કયા રોગો દૂર થાય છે, તેના વિશે માહિતી મેળવીએ.
આ ચૂર્ણ બનાવવા માટે સૌથી પહેલા મેથી દાણા લેવા, સુંઠ, હળદર, અશ્વગંધા ( ઉપર જણાવેલ દરેક વસ્તુ 100 ગ્રામ લેવી) 5 ગ્રામ અજમો, 5 ગ્રામ જીરું લઈને તેને ગ્રાઇન્ડ કરીને પાવડર સ્વરૂપમાં પરિવર્તિત કરી લો. હવે તેને એક હવા ના લાગે તેવા ડબ્બામાં ભરી લો, ત્યારબાદ તમારે જ્યારે તેનો ઉપયોગ કરવો હોય ત્યારે તમે કરી શકો છો.
જો તમને સંધિવા, સીડીઓ ચઢવામાં તકલીફ, આંગળીઓ ના વળવી, ચાલવામાં તકલીફ જેવી સમસ્યાઓ હોય તો તેઓએ આ ચૂર્ણને ભોજન અથવા નાસ્તો કર્યાના 10થી15 મિનિટ પહેલા લેવો જશે.
તેનો ઉપયોગ કરવા માટે જણાવી દઈએ કે જો તમને ડાયાબીટીસ ના હોય તો તમે તેને મધ સાથે મિક્સ કરીને ચાટી શકો છો. જો તમને આ રીતે ખાવું યોગ્ય ના લાગે તો તમે તેને નવશેકા પાણીમાં મિક્સ કરીને પણ સેવન કરી શકો છો. તેનાથી ઉપરોક્ત સમસ્યાઓમાં રાહત મળી જશે.
જો તમે દાંત સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને તમને દાંતનો દુઃખાવો રહે છે તો તમારે લવિંગ ચૂંસવુ જોઈએ. કારણ કે તેમાં રહેલી કડવાશ દાંતમાં રહેલા કીડાઓને દૂર કરે છે. જેના લીધે દાંતનો દુખાવો દૂર થઈ જાય છે. આ સાથે લવિંગનો પાવડર બનાવીને પણ તેને દાંતમાં જ્યાં દુઃખતું હોય ત્યાં દબાવી શકો છો.
જો તમારા બાળકોને વારંવાર પેટમાં દુઃખાવો થતો હોય અથવા પેટ ફૂલી જતુ હોય તો તમને હિંગનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં હિંગમાં રહેલા તત્વો તમારી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
તેનો ઉપયોગ કરવા માટે થોડુંક પાણી લઈને તેમાં હિંગ ઉમેરી લેવી જોઈએ. ત્યારપછી તેને પેટ પર માલિશ કરવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે. જો મોટા લોકો પણ પેટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તો તેઓને પણ ઉપરોક્ત ઉપાય કરવો જોઈએ, ખાલી તેમાં હિંગનું પ્રમાણ વધારે લેવું જોઈએ.
જો તમે ઉપર જણાવેલ ચૂર્ણનો ઉપયોગ દુખાવા દૂર કરવા માટે કરો છે તો ધ્યાનમાં રાખો કે પીડિત વ્યક્તિએ ખાટી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણકે આ વસ્તુઓ તમારા દુખાવામાં વધારો કરશે અને તમારી સમસ્યા પણ દૂર થશે નહીં.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.