આજના આધુનિક સમયમાં વધારે પડતો તાણ અને બીમારીઓને લીધે ઘણી સ્વાસ્થય સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી જ એક સમસ્યા ઊંઘ ના આવવાની છે, જેને અનિંદ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે.
જ્યારે કોઈ વ્યક્તિ આ બિમારીથી પીડિત હોય છે ત્યારે તેને ઘણી મહેનત કરવા છતાં પણ રાતે શાંતિથી સૂઈ શકવામાં તકલીફ થતી હોય છે. આવામાં આ વ્યક્તિ વિવિધ પ્રકારની દવાઓ લેવાનું શરૂ કરે છે, જેનાથી તેને રાહત પણ મળે છે પણ તેનો કાયમી ઇલાજ થઇ શકતો નથી.
જે લોકોના મગજના તંતુઓ નબળા પડી ગયા હોય છે, તેઓને ઊંઘ ના આવવાની સમસ્યા થાય છે. જેના લીધે તેઓ ઘણી મહેનત કરવા છતાં પણ સારી ઉંઘ મેળવી શકતા નથી. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો
તો તમારા ખાટા અને વધારે ગરમ પદાર્થનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આ સાથે તમને જણાવી દઈએ કે તમારે આનાથી રાહત મેળવવા માટે સૌથી પહેલા માથામાં નાખવામાં આવતા તેલથી માથાની માલિશ કરવી જોઈએ.
જો તમે પગના તળિયાની ઘીથી માલિશ કરો છો તો તને સારી રીતે ઊંઘ લઇ શકો છો. જેનાથી તમારા જ્ઞાન તંતુઓ સક્રિય થઈ જાય છે અને તમે આસાનીથી ઊંઘ મેળવી શકો છો. આ સાથે જો તમે તેલની વડે માથા, કમરની માલિશ કરવાથી રાહત મળે છે. તેનાથી તમે બહુ જલદી ઊંઘ મેળવી શકશો.
સવારે અને સાંજે તેલથી માલિશ કરો અને રાતે ગરમ પાણી સાથે સ્નાન કરવાથી તમે રાહત મેળવી શકો છો. તમારે આ પ્રયોગ બે દિવસ દિવસ સુધી કરવો જોઈએ. તેનાથી ઊંઘની સમસ્યા દૂર થઈ જશે. જો તમારું મગજ વધારે પ્રમાણમાં વિચાર કરતું હોય તો તમારે વિચારો પર કાબૂ કરવો જોઈએ. આ માટે તમે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.
તમને કહી દઈએ કે 2 ગ્રામ પીપરીમૂળ અને 1 ગ્રામ અજમાને પાવડર સ્વરૂપ બનાવીને મધ સાથે ચાટવામાં આવે તો સારી ઊંધ આવી જાય છે. જોકે તમારે ધ્યમાં રાખવું જોઈએ કે મધમાં દવા ચાટ્યા બાદ પંદર મિનિટ પણ પાણી ના પીવું જોઈએ. કારણ કે જો તમે પાણી પી લેશો તો તમને ઊંઘ આવશે નહીં. આવામાં તમારે પાણી પીવું જોઈએ નહીં.
અશ્વગંધા અને ગંઠોડાને ભેંસના દૂધમાં મિક્સ કરીને તેને ગરમ પાણી સાથે ઉકાળી લેવું જોઈએ. ત્યારબાદ તેમાં થોડીક ખાંડ નાખીને તેને ઉકાળી લેવું જોઈએ. જેના પછી તેને નવશેકું થાય ત્યારે તેને ફિલ્ટર કરીને સેવન કરવું જોઈએ. ત્યારબાદ તમને રાહત મળશે અમે તમે ઝડપથી ઊંઘ મેળવી શકશો.
તજરે દરરોજ સૂવાનો સમય એક રાખવો જોઈએ. જેના લીધે તમારું શરીર આ ટાઇમ માટે ટેવાઈ જાય છે અને તમે શાંતિથી ઊંઘ લઈ શકો છો. આ સાથે તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો તમે દરરોજ મેડિટેશન કરો છો તો તમને વધુ લાભ થાય છે.
જો તમે રાતે ભોજન કર્યા પછી ચાલવાની ટેવ બનાવો છો તો તમે શાંતિની ઊંઘ લઇ શકો છો. આ સાથે તમને પાચન સાથે જોડાયેલ સમસ્યાઓ પણ થશે નહીં. આ સાથે જો તમે રાતે સૂતા પહેલાં સ્નાન કરી લો છો તો તમને રાતે સારી ઉંઘ મેળવવામાં મદદ મળે છે. તમે ધીમે ધીમે ગીતો પણ સાંભળીને સારી ઉંઘ મેળવી શકો છો અથવા પુસ્તકો પણ વાચી શકો છો.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.