રાતે સૂતી વખતે ફક્ત નાકમાં આ ખાસ વસ્તુના ટીપાં નાખીને સૂઈ જાવ, આઘાશિશી, માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી અગણિત સમસ્યાઓ થઈ જશે દૂર….

આજના સમયમાં વધુ પડતા તાણ અને ચીડિયાપણું ધરાવતા સ્વભાવને કારણે માઇગ્રેન, આઘાશિશી અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે આ સમસ્યા શરુ થાય છે ત્યારે અસહ્ય દુઃખાવો થાય છે, જેને રોકી શકાતું નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સમસ્યા હાલમાં તો દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. જ્યારે આ સમસ્યા શરૂ થાય છે તો ઘણી વખત જમણી બાજુ તો ઘણી વખત ડાબી બાજુ દુઃખાવો થતો હોય છે, આ સાથે ઘણા લોકો તો એવા છે જેમને બંને બાજુ પીડા થાય છે, જેને રોકવી ખૂબ જ જરૂરી છે.

તમને જણાવી દઈએ કે માથાની આજુબાજુના વિસ્તારમાં થતો દુખાવો ફક્ત આટલા જ વિસ્તારમાં થાય…કારણ કે ઘણી વખત દુઃખાવો માથાની વચ્ચે તો ક્યારેય બંને બાજુ અને અમુક વખતે તો આંખોની ઉપર પણ દુખાવો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જેને સહન કરવો અસહ્ય બની જાય છે. આવી સ્થિતિમાં જ્યારે તમે હલનચલન કરો છો તો પણ તમારા દુખાવામાં વધારો થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઘણા લોકોને આ દુખાવો સૂર્ય સાથે જોડાયેલ હોય છે

એટલે કે જ્યારે તેઓ ઉઠે છે ત્યારે દુઃખાવો એકદમ સામન્ય હોય છે પણ જેમ જેમ તડકો વધે છે અને સુર્ય ઉપર આવે છે ત્યારે માથાનો દુખાવો એકદમ ખરાબ હાલતમાં પહોંચી જાય છે અને સાંજ થતાની સાથે જ પાછી રાહત મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકો વધારે પ્રમાણમાં શરાબ અને બહારનું ભોજન ખાતા હોય તેમને આ સમસ્યા થાય છે. આ સાથે તૈલીય પદાર્થ ખાવાને લીધે પણ આ સમસ્યાઓ પેદા થાય છે. આવામાં તમારે તેનું નિરાકરણ કરવાનો રસ્તો કાઢવો જોઈએ. ઘણા લોકોને તો ફક્ત હવામાનમાં પરિવર્તન થાય તો પણ આ દુઃખાવો શરુ થઇ જતો હોય છે.

તમને કહી દઈએ કે જો તમે આ દુખાવાને વધારે સમય સુધી નજર અંદાજ કરો છો અને તેનો કાયમી ઉપચાર શોધી કાઢતા નથી તો તમને બ્રેઈન હેમરેજ અથવા બીજી મગજ સાથે જોડાયેલ સમસ્યાઓ થઈ શકે છે.

જો તમે મધ અને તુલસીના પાનનો ઉપાય કરો છો તો રાહત મેળવી શકો છો. હા, તેના માટે તમારે સૌથી પહેલા તુલસીના પાનને પામી સાથે મિક્સ કરીને તેનો રસ કાઢી લેવો જોઈએ. હવે તેનો ઉપયોગ જ્યારે કરવો હોય ત્યારે તેના રસમાં મધ મિક્સ કરીને તેને ચાટવું જોઈએ. આનાથી તમને ઘણા અંશ સુધી રાહત મળી શકે છે.

હવે આપણે નાકમાં ટીપા નાખવાનો ઉપાય જાણીએ. આ માટે સૌથી પહેલા દેશી ગાયનું ઘી લઈને તેને થોડુંક નવશેકું ગરમ કરો અને તેના ટીપાં નાકમાં નાખો, તેનાથી તમને આઘાશિશી, માઇગ્રેન અને માથાના દુખાવામાં રાહત મળી જશે. હવે તમે સમજી જ ગયા હશો કે તમારે આ ઉપાય કરીને રાહત મેળવી શકાય છે.

જોકે યાદ રાખો કે આ ઉપાય કરવા છતાં પણ રાહત મળતી નથી તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કારણ કે આ સમસ્યાને વધુ સમય સુધી અવગણવાથી તે બીજી બીમારીઓનું સ્વરૂપ ધારણ કરી લે છે, જે વ્યક્તિ માટે જોખમી હોઈ શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment