શું તમે માઇગ્રેન વિશે જાણો છો? જાણો તેની પાછળના કારણો અને તેનાથી રાહત મેળવવાના ઉપાય…

આજના સમયમાં માઇગ્રેનની સમસ્યા અનેકગણી વધી ગઈ છે. હવે તમે કહેશો કે માઇગ્રેન એટલે શું? તો તમને જણાવી દઈએ કે માઇગ્રેન ને સરળ ભાષામાં માથાનો દુઃખાવો કહે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

માથાનો દુઃખાવો આજના સમયમાં એટલી હદે વધી ગયો છે કે દવાખાનામાં વધુ પડતાં માઇગ્રેન થી પીડિત લોકો આવી રહ્યા છે.

જ્યારે માથાનો દુખાવો થાય છે ત્યારે સહજ રીતે વ્યક્તિ અસ્વસ્થ થઈ જાય છે. આ સાથે જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમે માથાના દુખાવામાં વધારે પીડા અનુભવો છો. જો તમને આખો દિવસ તાણ રહે છે તો પણ તમે આ સમસ્યાથી પીડિત થઇ શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તો ચાલો આપણે માઇગ્રેન થવા પાછળના કારણો વિશે જાણીએ. માઇગ્રેન થવા પાછળ મુખ્ય કારણોમાં તાણ, ઊંઘમાં અભાવ, સમયસર સૂવામાં મુશ્કેલી, અવ્યવસ્થિત સ્થિતિમાં ઊંઘ લેવી વગેરે… માઇગ્રેન થવા પાછળ કારણો જવાબદાર હોઈ શકે છે.

જ્યારે માઇગ્રેન ની સમસ્યા થાય છે ત્યારે માથાનો દુઃખાવો થાય છે. જો તમને ઝડપી માઇગ્રેન થાય છે ત્યારે સખત ગરમી લાગવી, તીવ્ર ઘોંઘાટ સંભળાવવો, આંખોની ઉપર દુઃખાવો વગેરે જેવી સમસ્યાઓ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સાથે ઊંઘમાંથી અચાનક જાવી જવું, કોઈ બાબતે દરરોજ ચિંતા કરવી, તાણની સમસ્યા, વધુ પ્રમાણમાં પલળવું, આંખો દિવસ વાદળ છાયા વાતાવરણ ફરવું વગેરે જેવા કારણો પણ માઇગ્રેન માટે જવાબદાર હોઈ શકે છે.

જો તમે અચાનક ગરમી માંથી ઠંડા વાતાવરણમાં અથવા એસી રૂમમાં આવો છો તો તમને આ સમસ્યા થઇ શકે છે. આ સાથે મોટેથી ગીતો સાંભળવા, અણગમતા અવાજો થવા, અચાનક વાતાવરણ માં બદલાવ થવો, એકના એક વાત દિવસ દરમિયાન મગજમાં ફરે જવી વગેરે…

તમે જોયું હશે કે ઘણા લોકો જરૂરિયાત કરતા વધારે ઊંઘવાનું પસંદ કરે છે. હા, ઘણા લોકોને દિવસ દરમિયાન 7 કલાક કરતા વધારે ઊંઘ લેતા હોય છે, જે છેવટે માઇગ્રેન ની સમસ્યા નું કારણ બને છે. આવામાં તમારે બહુ ઓછી અથવા વધારે ઊંઘ લેવી જોઈએ નહી.

જો તમારા નાણાં ક્યાંય ફસાઈ ગયા છે, અચાનક કામ હોવા છતાં બહાર જવાનું થાય, કોઈ ખોટી રીતે વ્યવહાર બગાડે, સબંધોમાં તિરાડ પડે, આજુ બાજુના લોકો કામ માટે દબાણ કરે વગેરે જેવા કારણોને લીધે પણ માથાનો દુઃખવો થાય છે.

આવામાં તમારે આ સમસ્યાથી બચવા માટે બધી જ વસ્તુઓ યોગ્ય પ્રમાણમાં કરવી જોઈએ. આ સાથે તમારાથી દિવસ દરમિયાન થઇ શકે એટલું જ કામ કરો. જીવનમાં ક્યારેય લોડ લેવાનું પસંદ કરશો નહિ. કારણ કે તેનાથી તમારા પર દબાણ રહેશે અને આ દબાણ તમારા દુખાવાનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment