આયુર્વેદ

ગેસ, અપચો, કબજિયાત સહિત પાચન શક્તિ મજબૂત કરવા માટે કારગર છે આ ખાસ ગોળી, એક જ મિનિટમાં મળી જશે આરામ…

આજના આ વિશેષ લેખમાં અમે તમને જીરા ગોળી બનાવવાની રીત અને તેના ઉપાય લઈને આવ્યા છીએ, જે તમને ઘણી બીમારીઓ દૂર કરવા માટે કારગર સાબિત થઈ શકે છે. હા, તમે જીરા ગોળીનો ઉપયોગ કરીને અનેક બીમારીઓ દૂર કરી શકો છો. તો ચાલો આપણે તેને બનાવવાની રીતે જાણીએ.

આ માટે સૌથી પહેલા એક પાત્ર લઈને ગેસ પર મૂકો. હવે તમે દરરોજ ઉપયોગમાં કરવામાં આવતું જીરું 5થી6 ચમચી નાખો. જોકે ધ્યાનમાં રાખો કે તે ઘરે વાપરવામાં આવતું જીરું જ હોવું જોઈએ.

હવે જ્યારે તેનો કલર કાળો ના થાય ત્યાં સુધી તેને ગેસ પર શેકી લો. હવે તમે દોઢથી બે મિનિટ સુધી ગેસ પર જીરું મૂકશો એટલે તે શેકાઈ જશે હવે તેને ગેસ પરથી નીચે ઉતારી લો.

હવે આ જીરું જ્યારે ઠંડુ પડે ત્યારે તેને મિક્સચરમાં નાખીને તેને પાવડર સ્વરૂપમાં ફેરવી લો. જેના પછી તેને એક વાટકીમાં કાઢીને તેમાં આમચૂર પાઉડર ઉમેરી લો.

હવે તમે જણાવી દઈએ જ્યારે તમે તેમાં આમચૂર ઉમેરો છો ત્યારે તેનો સ્વાદ બદલાઈ જાય છે અને તે ખાટો મીઠો થઇ જાય છે. હવે તેમાં એક એક ચમચી સેંધા નમક, સંચળ મીઠું, દરેલી ખાંડ વગેરે ઉમેરી દો. ત્યારબાદ બધી જ વસ્તુઓને એકબીજા સાથે મિક્સ કરી લો.

ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરીને થોડુંક પાણી રેડતા જાવ અને તમારી ઈચ્છા અનુસાર સાઈઝ પસંદ કરીને તેને લાડુની જેમ ગોળ બનાવી દો. ત્યારબાદ તમે તેનું સેવન કરી શકશો.

તમને જણાવી દઈએ કે આ ગોળીનું તમે દિવસ દરમિયાન સેવન કરી શકો છો. જેનાથી તમારી પાચન શક્તિ યોગ્ય રહે છે અને તમે કબજિયાત, ગેસ અને અપચો જેવી સમસ્યાથી રાહત મેળવી શકો છો.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *