આરોગ્ય

શરીરમાં જામી ગયેલી બધી જ ગંદકી દૂર કરવાનો રામબાણ ઉપાય, શરીર થઇ જશે એકદમ સાફ, બધા જ રોગોનો થઇ જશે ખાત્મો…

સામાન્ય રીતે આપણે અવારનવાર વિવિધ પ્રકારના જ્યુસનું સેવન કરતા હોઈએ છીએ, આ જ્યૂસ આપણને ઔષધીય લાભની સાથે સાથે ઘણા બીજા લાભ પણ આપી શકે છે, જેના સેવનથી આપણે ઘણી બીમારીઓ દૂર કરી શકીએ છીએ.

આવી સ્થિતિમાં આજે અમે તમને આવા જ એક જ્યુસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ઘણી બીમારીઓને દૂર કરવા સહિત શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. જેનો ઉપયોગ કરવાથી શરીરમાં રહેલી બધી જ અશુદ્ધિઓ તેની તરફ આકર્ષિત થઇ જાય છે અને પછી તે ઝાડા સ્વરૂપે બહાર આવી જાય છે. જેનાથી શરીર એકદમ સ્વચ્છ બની જાય છે.

તમને જણાવી દઈએ કે આ જ્યૂસ સફેદ પેઠા નામની શાકભાજીનો જ્યૂસ છે. જે શાકભાજી તમને ઘણી વેજીટેબલ દુકાનમાં મળી આવે છે. તમે તેને ત્યાંથી ખરીદીને લાભ ઉઠાવી શકો છો.

સફેદ પેઢામાં વિવિધ પ્રકારના વિટામિન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ મળી આવે છે. જેનાથી આપણા શરીરને વિવિધ પ્રકારના પોષક તત્વો મળી રહે છે. તો ચાલો આપણે જાણીએ કે સફેદ પેઠા આપણને કેવા લાભ આપી શકે છે.

જ્યારે તમે આ સફેદ પેઠાના જ્યુસનું સેવન કરો છો તો તે શરીરમાં રહેલી બધી જ ઔષધિઓ દૂર કરીને શરીરને સ્વચ્છ બનાવવા માટે કામ કરે છે. હા, જ્યારે તમે આ જ્યુસનું સેવન કરો છો ત્યારે શરીરમાં રહેલી બધી જ અશુદ્ધિઓ તેની તરફ આકર્ષિત થઇ જાય છે અને તેની સાથે બહાર નીકળી જાય છે. આ સાથે જો કોઈ બીમારી તમારા શરીરમાં ઘર કરીને બેસી હોય તો પણ તે દૂર થઈ જાય છે.

તમને કહી દઈએ કે સફેદ પેઠાનો જ્યૂસ એકદમ સરળ રીતે બનાવી શકાય છે. જોકે તેનો કોઈ સ્વાદ હોતો નથી, હા તે કડવો કે મીઠો નહિ પણ પાણીની જેમ સ્વાદ વિહીન હોય છે. તે કોઈપણ સબ્જી વાળાની દુકાન પર આસાનીથી મળી આવે છે. તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે હંમેશા મોટા પેઠા પસંદ કરવા જોઈએ કારણ કે નાના પેઠા માં બીજ વધારે હોય છે, જેનાથી બહુ ઓછો જ્યુસ નીકળે છે.

જો તમે એક ગ્લાસ જેટલો જ્યુસ બનાવવા માંગો છો તો લગભગ અઢીસો ગ્રામ સફેદ પેઠા ની જરૂર પડશે. તેનો રંગ બહારથી લીલો પણ અંદરથી સફેદ હોય છે. હવે તેનો ઉપયોગ કરવા માટે તેની ઉપરથી લીલી છાલ અને બીજ કાઢી નાખવા જોઈએ, કારણ કે તે સ્વાદમાં કડવા હોઈ શકે છે. જેનાથી જ્યુસ પણ કડવો બને છે.

જ્યારે તમે તેનો ઉપયોગ કરો છો ત્યારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે તેનો જ્યૂસ કાઢ્યા ના તરત જ ઉપયોગ કરી દેવો જોઈએ. કારણ કે વધુ સમય સુધી તેના પડી રહેવાથી તેના ઔષધીય ગુણો ઓછાં થઈ જાય છે.

જો તમે તેને થોડોક સ્વાદિષ્ટ બનાવવા માંગો છો તો તમે તેમાં નારિયેળ પાણી ઉમેરી શકો છો. કારણ કે તેનાથી સ્વાદમાં થોડોક વધારો થશે. આ સાથે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે હંમેશા તેને ધીમે ધીમે પીવું જોઈએ.

જ્યારે તમે ઉપયોગ કરો છો ત્યારે યાદ રાખો કે હંમેશા તેનો ઉપયોગ ભૂખ્યા પેટે જ કરવો જોઈએ. કારણ કે જ્યારે તમે ખાઈને તેનો ઉપયોગ કરો છો તો તે પેટની અશુદ્ધિ દૂર કરવામાં એટલી હદે કામ કરતું નથી. આ સાથે તમારે જ્યુસ પીધાના બે કલાક સુધી કંઈ ના ખાવું જોઈએ.

તમારી માહિતી માટે કહી દઈએ કે જો તમારા વિસ્તારની નજીકમાં સફેદ પેઠા મળી જતા હોય તો તમે દરરોજ તાજા લાવી શકો છો પણ જો તે શક્ય નથી તો તમે તેને ઘણા દિવસો સુધી સંગ્રહિત કરી શકો છો.

જોકે ધ્યાનમાં રાખો કે તેને કાપવું જોઈએ નહી. પણ જો તમે તેને કાપી નાખ્યું છે તો તમે તેને ફ્રીઝમાં ચારથી પાંચ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને જરૂર પડે જ્યુસ બનાવીને પી શકો છો.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *