તમે જાણતા જ હશો કે જાંબુ દેખાવમાં નાના હોય છે પણ તેના ઔષધીય ગુણધર્મો અગણિત હોય છે. આજ કારણ છે કે તેને ગુણોની ખાણ કહેવામાં આવે છે. તેમાં એવા પોષક તત્વો મળી આવે છે,
જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકના રોગો દૂર કરી શકે છે. હકીકતમાં જાંબુમાં આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ મળી આવે છે. તો ચાલો આપણે તેનાથી થતા સ્વાસ્થય લાભો વિશે જાણીએ.
હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક :- જે લોકોને આ બંને માંથી પણ કોઈ એક બીમારી હોય તો તમારે જાંબુ ખાવા જોઈએ. કારણ કે જાંબુમાં પોટેશિયમ મળી આવે છે.
જે હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક ને અટકાવે છે. આ સાથે તમને તેનાથી છુટકારો પણ મળી શકે છે. તેના સેવનથી લોહીના સ્તરમાં પણ વધારો થાય છે.
આંખોની સમસ્યા :- જો તમને આંખોને લગતો કોઈ રોગ છે, બહુ ઓછું દેખાય છે, બળતરા થાય છે, આંખ માંથી પાણી નીકળે છે જેવી સમસ્યાઓ હોય તો પણ તમે તેને દૂર કરી શકો છો.
આ માટે સૌથી પહેલા થોડુંક પાણી લઈને તેમાં જાંબુના પત્તા નાખી દો. ત્યારબાદ તેને ગરમ કરવા માટે મૂકી દો અને જ્યારે પાણી સાવ બળી જાય ત્યારે તેને ઉતારીને તેનાથી આંખો ધૂવો.
પથરીની સમસ્યા દૂર કરવા :- જો તમે પથરીને લીધે હેરાન પરેશાન થઈ ગયા છો અને તો પણ દુઃખાવો ઓછો થઈ રહ્યો નથી તો તમે 15 મિલી જાંબુના મૂળને 300 ગ્રામ પાણીમાં ઉમેરીને તેને ઉકાળો કરો. હવે આ ઉકાળા ને 4 દિવસ સુધી દરરોજ 2થી3 વખત પીવાથી પથરી પેશાબ વાટે બહાર આવી જશે.
ડાયાબીટીસ માં મદદગાર :- જો તમે ડાયાબિટીસ જેવી સાઈલેન્ટ કિલર બીમારીથી પરેશાન થઈ ગયા છો તો તમે જાંબુના પત્તા લઈને તેમાં થોડુંક પાણી ઉમેરવું જોઈએ. ત્યારબાદ તેમાં થોડીક ખાંડ ઉમેરવી જોઈએ. હવે આ મિશ્રણને ભોજન કરતા પહેલા પીવાથી ડાયાબિટીસ માં મદદગાર સાબિત થાય છે.
લિવરનો સોજો ઓછો કરવા :- જો તમારા લીવર પર સોજો આવી ગયો છે તો તમારે સૌથી પહેલા જાંબુનો રસ કાઢવો જોઈએ અને તેને સવારે અને સાંજે પીવો જોઈએ. આવું કરવાથી તમને ઝડપથી પરિણામ દેખાવ મળશે અને સોજો પણ ધીમે ધીમે ઓછો થઈ જશે.
જો તમને જાંબુનો ઉપયોગ પછી કરવો હોય તો તમે તેને સ્ટોર પણ કરી શકો છો. આ માટે સૌથી પહેલા જાંબુના ફળનો રસ કાઢો અને તેને જ્યારે જરૂર હોય ત્યારે તેને પીવો. તમે તેને ઝાડા, ઉલ્ટી, પેટમાં દુઃખાવો, કીડા પડવા, તાવ, કફ, ઉધરસ વગેરેમાં પણ કરી શકાય છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.