આરોગ્ય

બજારમાંથી ચોખાની ખરીદી કરતા પહેલા આવી રીતે કરો ચકાસણી, નહીં તો બની જશો છેતરપિંડીનો શિકાર…

ચોખાને આપણા ભારત દેશમાં એક ખોરાક તરીકે જોવામાં આવે છે, ઘણા લોકોને તો ચોખા એટલા પસંદ આવે છે કે જો તને ભોજનમાં ના હોય તો તેઓ ભોજન ખાઈ શકતા નથી. આ સાથે ભારતના મોટાભાગના ઘરોમાં એક ટંક તો ચોખા અવશ્ય બનાવવામાં આવે છે. ચોખા જેના સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી ગણવામાં આવે છે.

જોકે આજના આધુનિક સમયમાં બજારમાં ચોખાની એવી ઘણી જાતો આવે છે, જેના પરથી તેની પરખ કરવી એકદમ મુશ્કેલ છે. આ સાથે ઘણા લોકો ચોખાને નામે આપણને છેતરી પણ નાખતા હોય છે, જેના લીધે ઘણી મુશ્કેલીઓ સહિત બીમારીઓ પણ થવાની શક્યતા છે.

આવામાં તમારે તેની યોગ્ય પરખ કરી લેવી જોઈએ. આજે છેતરપિંડી માટે દરેક વસ્તુની કોપી કરવામાં આવે છે, આવામાં ચોખા પણ બાકાત નથી. આજે બજારમાં રીયલ ચોખાની જેમ જ પ્લાસ્ટિકના ચોખા પણ મળતા થઇ ગયા છે.

જે સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થાય છે. આવામાં જો તમારે તેની ઓળખ કરવી હોય તો તેને થોડાક લઈને સળગાવી જુવો. જો તેમાંથી સુંગંધ આવે છે તો તે નકલી ચોખા હોઇ શકે છે.

જો તમારે ઓળખ કરવી હોય તો એક વાટકી લઈને તેમાં પાણી ભરો, હવે તેમાં મુઠ્ઠીભર ચોખા ઉમેરો. જો તે ચોખા પાત્રની સપાટી પર રહે છે તો સમજી લો તે ચોખા અસલી છે પંરતુ જો તે તળે છે તો સમજી લો આ ચોખા નકલી છે.

તમે ચોખાની સુગંધ અને તેના કદ પરથી પણ તેની ઓળખ કરી શકો છો. જેમ કે બાસમતી ચોખા કાળમાં મોટા હોય છે અને તેની સુંગંધ બનાવ્યા પહેલા પણ સારી રીતે આવતી હોય છે. આવામાં જો તમે બાસમતી ચોખા લેવા જાવ છો તો સાઈઝ અને સુગંધ પરથી તેની ઓળખ કરી શકશો.

તમને જણાવી દઈએ કે જો નાના કદના ચોખા લેવા જાવ યો જોહા નામની વેરાયટી આવે છે. જે કાળમાં નાના હોય છે અને દેખાવમાં પણ સારાહોતા નથી પણ તેનો સ્વાદ એકદમ લાજવાબ હોય છે.

ઘણી વખત બજારમાં લોકો મોટા ચોખા જોઈને તેની તરફ આકર્ષિત થઇ જાય છે. જેના લીધે તેઓ જૂના અને નવા ચોખાની પરખ કરી શકતા નથી. જો તમે પણ આ મૂંઝવણમાં રહો છો તો તમને જણાવી દઈએ કે પીળા ચોખા જૂના હોય છે જ્યારે સફેદ અને ચમકદાર દેખાતા ચોખા નવા ચોખા માનવામાં આવે છે.

જો તમે ચમકદાર ચોખા ખરીદવાનું પસંદ કરો છો તો તમને જણાવી દઈએ કે ઘણી વખત લોકોને આકર્ષિત કરવા માટે ચોખા પર પોલિશ મારવામાં આવી હોય છે, જે ચોખાને વધારે ચમકદાર બનાવે છે. આ સાથે તેને પોલિશ કરવાથી ચોખા માંથી બધા જ પોષક તત્વો દૂર થઈ જાય છે. આવામાં તમારે હળવા ચોખા પસંદ કરવા જોઈએ.

જો તમે આવી જ રીતે દરરોજ સ્વાસ્થ્યવર્ધક માહિતી મેળવવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *