આજના સમયમાં ખોટી ખાવાપીવાની ટેવને લીધે લોકો અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. હા, આજના સમયમાં દરેક વ્યક્તિ બહારના ભોજન પર નિર્ભર થઇ ગયો છે, જેના લીધે તે નાછૂટકે અનેક સમસ્યાઓનો શિકાર બને છે. આવી જ એક સમસ્યા હાડકાની છે, જે નબળા હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓ સામનો કરવો પડે છે. હા, સાંધાનો દુઃખાવો, ચાલવામાં તકલીફ, હાથ મચકાઈ જવો વગેરે…
જો તમે પણ આ સમસ્યાઓથી પરેશાન થઈ ગયા છો તો આજે અમે તમને તેનાથી છુટકારો મેળવવા તમારી કેટલીક ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે જાણે અજાણે કરતા હોવ છો અને પછી તમે અનેક બીમારીઓ નો શિકાર બની જાવ છો. તો ચાલો આપણે જાણીએ કે આપણે કંઈ ભૂલો ના કરવી જોઈએ.
તમને જણાવી દઈએ કે ટોસ્ટિઓપોરોસિસ હાડકાંનો રોગ છે. જો તમે આ રોગના શિકાર બની જાવ છો તો તમે બહુ જલ્દી ફ્રેકચર જેવી સમસ્યાનો શિકાર બની જાવ છો. આ રોગને લીધે હાડકાની ઘનતા ઓછી થઈ જાય છે. જેના લીધે તે ઝડપથી તૂટી જાય છે.
1. જો તમે આખો દિવસ છાયડામાં બેસીને કામ કરો છો અને શક્ય હોય ત્યાં સુધી સૂર્યપ્રકાશ થી બચવાનો પ્રયત્ન કરો છો તો આ તમારા માટે એક મોટી ભૂલ હોઈ શકે છે. હકીકતમાં સૂર્યપ્રકાશ માંથી વિટામિન ડી મળી આવે છે, જે હાડકાંને મજબૂત કરવા માટે એકદમ જરૂરી છે. આવામાં જો તમે છાયડામાં બેસી રહેશો તો તમને વિટામિન ડી મળી આવશે નહીં.
2. ઘણા લોકોને આવશ્યકતા કરતા વધારે મીઠું ખાવાની આદત હોય છે, જે વ્યક્તિ માટે અનેક સમસ્યાનું કારણ બને છે. જો તમે પણ વધારે મીઠું ખાવાના શોખીન છો તો તમને જણાવી દઈએ કે તેના સેવનથી શરીરમાં કેલ્શિયમ નું પ્રમાણ ઓછું થઈ જાય છે, જે અનેક બીમારીઓને આમંત્રણ આપવાનું કામ કરે છે. જેનાથી અસ્થિ ભંગ, બહુ જલદી હાથ મચકાઇ જાવો, ઉતરી જેવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
3. જો તમે દિવસ દરમિયાન બેઠેલા રહો છો અને કસરત કરતા નથી તો આ તમારી સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. કારણ કે જો તમે આખો દિવસ બેઠેલા રહો છો તો તમને જણાવી દઈએ કે તેના લીધે હાડકા નબળા પાડવા લાગે છે, જેનાથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે આ સમસ્યાથી બચવા માંગતા હોય તો તમારે દરરોજ કસરત કરવી જોઈએ.
4. આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાને ફીટ રાખવા માંગે છે પણ આ દરમિયાન તેઓ કેટલીક એવી ભૂલો કરે છે, જેનાથી શરીરમાં યોગ્ય પોષક તત્વોનો અભાવ જોવા મળે છે. જો તમે આ સમસ્યાથી પરેશાન છો તો તેના લીધે હાડકા નબળા પાડવા લાગે છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.