આરોગ્ય

હાર્ટ એટેક આવતા પહેલા મળવા લાગે છે આ 6 સંકેત, જો સમજી લેશો તો જિંદગી બચી જશે…

આજના આધુનિક સમયમાં લોકો વધારે સમય ઓફિસમાં બેસીને કામ કરવામાં પસાર કરે છે. આ સાથે તેઓ બહારનું ભોજન કરવા માટે ટેવાઈ ગયા છે, જેના લીધે તેઓ અનેક સ્વાસ્થય સબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

આ સાથે દિવસ દરમિયાન કામના તણાવ અમે ચિંતાને લીધે પણ શરીર થાકી જાય છે. આજ ક્રમમાં તમને હાર્ટ એટેક જેવા ગંભીર રોગનો સામનો કરવો પડી શકે છે. જે એક પ્રકારે જાનલેવા પણ હોઈ શકે છે.

જોકે તમને જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા શરીરને કેટલાક સંકેત પણ મળવા લાગે છે અને આજે અમે તમને આવા જ કેટલાક સંકેત વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

1. ઊંઘ પૂરી કર્યા પછી પણ દિવસ દરમિયાન થાકનો અનુભવ થવો :- જો તમે દિવસ દરમિયાન થાક અથવા નબળાઈ અનુભવી રહ્યા છો તો તે હાર્ટ એટેક ના લક્ષણ હોઈ શકે છે.

કારણ કે હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં રહેલી ધમનીઓ કોલેસ્ટ્રોલ સંગ્રહ કરી શકતી નથી અથવા તે સંકોચાઈ જાય છે. જેના લીધે હૃદયને કામ કરવા માટે વધારે મહેનત પડે છે. જે ધીમે ધીમે હાર્ટ એટેક નું કારણ બને છે.

2. શરીરમાં અસહજતા થવી :- જો તમારા શરીરમાં કોઈ અંગ નબળો લાગે છે અને આખા શરીરમાં અસહજતાની લાગણી થાય છે તો તમારે સાવધ થઇ જવું જોઈએ. કારણ કે આ લાગણી તમારા હાર્ટ એટેક સબંધિત હોઈ શકે છે. જો તમને આવી સમસ્યા થઈ રહી છે તો યોગ્ય ડોકટરને બતાવીને તેમની સલાહ લેવી જોઈએ.

3. શરીરના વિવિધ અંગો પર સોજા આવવા :- જ્યારે હૃદયને શરીરના વિવિધ અંગોમાં લોહી પહોંચાડવા માટે વધારે મહેનત લાગે છે તો તેને વધારાનું બળ મળી શકતું નથી. જેના લીધે ધીમે ધીમે શિરાઓ ફૂલવા લાગે છે, જે સોજા સ્વરૂપે બહાર દેખાય છે. આ સોજો શરીરમાં કોઈપણ અંગ પર દેખાઈ શકે છે. આ સાથે હાર્ટ એટેક આવવાના થોડાક દિવસ પહેલા હોઠ પણ ભૂરા થવા લાગે છે.

4. હંમેશા શરદી અને ઉધરસનો સામનો કરવો :- જો તમને આખો દિવસ શરદી અને ખાંસી રહે છે તો તમારે સાવધ થઇ જવું જોઈએ. કારણ કે જ્યારે હૃદય શરીરના વિવિધ અંગો માં લોહી પહોંચાડી શકતું નથી તો તેનાથી ફેફસાં માં ઓક્સિજન પહોંચાડવું એકદમ મુશ્કેલ બની જાય છે. જેના લીધે શરદી અને ખાંસી રહે છે. આ સાથે થૂંકમાં પણ ગુલાબી કલર આવી જાય છે.

5. શ્વાસ લેવામાં તકલીફ થવી :- આ વાત તો તમે બધા સારી રીતે જાણતા હશો કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તેને હળવાશ માં લેવું જોઈએ નહીં. હા, જો તમને આ સમસ્યા થાય છે તો તે હાર્ટ એટેક સબંધિત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

6. ચક્કર આવવા :- જ્યારે તમારું શરીરમાં હૃદય યોગ્ય પ્રમાણમાં લોહી પહોંચાડી શકતું નથી, ત્યારે ઓક્સિજનની ઉણપ વર્તાય છે. જેના લીધે મગજનો રક્ત સંચાર પ્રભાવિત થાય છે અને ઓક્સિજન મગજ સુધી પહોંચી શકતું નથી, જે હાર્ટ એટેક માં પરિવર્તિત થઈ જાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *